Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

VOSAP (વોઇસ ઓફ સ્પેશિયલી એબલ્ડ પીપલ ) આયોજિત આર્ટ ફ્રોમ હાર્ટ” સ્પર્ધા : 45 દેશોના 2200 થી વધુ કલાકારો જોડાયા

કેલિફોર્નિયા :  VOSAP(વોઇસ ઓફ સ્પેશિયલી એબલ્ડ પીપલ ) દ્વારા “VOSAP આર્ટ ફ્રોમ હાર્ટ” સ્પર્ધા ના 50 વિજેતાઓની 5 ડિસેમ્બર ના રોજ જાહેરાત યૂએસએ સ્થિત સ્વયંસેવી સંસ્થા દ્વારા શરૂ કરાયેલ “VOSAP આર્ટ ફ્રોમ હાર્ટ” સ્પર્ધા નો ધ્યેય આર્ટવર્ક ની સર્જનાત્મક અભિવ્યક્તિ ના માધ્યમ થી વિશ્વને વિશિષ્ટ રીતે સમર્થ લોકોના સમાવેશ ના રંગે રંગવાનો છે.

જૂન 2020 માં જાહેર કરાયેલ આંતરરાષ્ટ્રીય કળા સ્પર્ધા “ VOSAP આર્ટ ફ્રોમ હાર્ટ” એ VOSAP દ્વારા વૈશ્વિક સમાવિષ્ટ સમાજ ના નિર્માણ માટે એક કાર્ય, સામાજિક પરીવર્તન શરૂ કરવાનો પ્રયત્ન છે. આ સ્પર્ધા નો હેતુ વિશિષ્ટ રીતે સમર્થ લોકોને વધુ સારી રીતે સમજી શકાય તે માટે એક સામૂહિક ચળવળ શરૂ કરવાનો તથા લોકોને તેમાં જોડવાનો છે.

આ આંતરરાષ્ટ્રીય કળા સ્પર્ધા અનેક રીતે પ્રથમ છે. VOSAP ના ઓનલાઇન પ્લૅટફૉર્મ પર વિકલાંગતા જેવા અનન્ય વિષય પર આ એક વર્ચ્યુઅલ, વૈશ્વિક સ્પર્ધા છે. આ સ્પર્ધાએ 45 દેશોના 2200 થી વધુ કલાકારોને આ વિચારપ્રેરક વિષય પર  વિશિષ્ટ રીતે સમર્થ વ્યક્તિઓ ની લાગણીઓ, સમર્થતા તથા  આકાંક્ષાઑ નું તાદશ વર્ણન કરતાં સર્જનાત્મક આર્ટવર્ક સાથે આગળ આવવા પ્રેરિત કર્યા છે. સ્વયંસેવકોના પ્રયત્નોને સોશિયલ મીડિયા ના કારણે વેગ મળ્યો જેણે 20 લાખ થી વધુ લોકો સુધી પહોંચવામા મદદ કરી.

VOSAP ના સ્થાપક શ્રી પ્રણવ દેસાઇ કહે છે, “100 કરોડ થી વધુ વિશિષ્ટ રીતે સમર્થ લોકોનો સમાવેશ એ આપણાં સૌના માટે 21મી સદીની એક તક છે અને આવી પહેલ નો હેતુ લાખો લોકો ના હ્રદય ને સ્પર્શવાનો છે જેથી શારીરિક પ્રવેશયોગ્યતા થી પણ આગળ વધીને સમાજમાં એક “ સાચા અર્થમાં સુગમતા” નું નિર્માણ થાય.

5 ડિસેમ્બર 2020 ના રોજ વૈશ્વિક ઓનલાઈન ઈનામ વિતરણ સમારોહ, કે જેમાં 24 દેશોના 50 વિજેતાઓની જાહેરાત થશે તથા જાહેર જનતા માટે પસંદ કરાયેલા આર્ટવર્ક જોવા અને વિશિષ્ટ રીતે સમર્થ લોકોના સમાવેશ માટે VOASP ની સાથે પ્રેરિત કરવા “VOSAP વર્ચ્યુઅલ આર્ટ ગેલેરી” ના ઉદ્ઘાટન ની સાથે આ સ્પર્ધાનું સમાપન થશે.

VOSAP ના ભવ્ય ઈનામ વિતરણ સમારોહનું જીવંત પ્રસારણ ફેસબુક અને યુટ્યુબ ના વોઇસ ઓફ એસએપી ના હેન્ડલ પર તથા www.voiceofsap.org વેબસાઇટ પર 5 ડિસેમ્બર 2020 ના રોજ સવારે 8:30 કલાકે(PST), રાત્રે 10:00 કલાકે(IST)થશે.

આ જીવંત પ્રસારણનું સંચાલન પ્રેરણાત્મક વક્તા અને બહુમુખી પ્રતિભાશાળી યુવાન શ્રી સ્પર્શ શાહ કરશે. સુશ્રી જેસિકા કોક્સ, જેઓ હાથ વગરના પ્રથમ લાઈસન્સ્ડ પાઇલોટ છે જેમણે 27 દેશોમાં લાખો લોકોને પ્રેરિત કર્યા છે, અતિથિ વક્તા રહેશે.

સ્થાપક શ્રી પ્રણવ દેસાઇને લખેલા પત્રમાં ભારત ના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 50 વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે તથા દિવ્યાંગજનો માટેના ભારત સરકાર ના વિઝન ને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભાગીદારી રૂપે આ પ્રશંસનીય શરૂઆત માટે VOSAP ને ખુબજ પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે.

VOSAP વિષે: વોઇસ ઓફ સ્પેશિયલી એબલ્ડ પીપલ યુનાઈટેડ નેશન્સ ના સાતત્યપૂર્ણ વિકાસના ધ્યેયોને હાંસલ કરવા કાર્યરત એક યુએસએ સ્થિત સ્વયંસેવી સંસ્થા છે જેને UN ECOSOC સાથે સ્પેશિયલ કન્સલ્ટેટિવ સ્ટેટસ પ્રાપ્ત થયેલું છે.

તેવું શ્રી હર્ષદરાય શાહ અને શ્રી  કાન્તિભાઇ મિસ્ત્રી કેલિફોર્નિયાની યાદી જણાવે છે.

(11:48 am IST)