Gujarati News

Gujarati News

News of Monday, 14th December 2020

26/11 ના હુમલાના આરોપી તહવ્વુર રાણાની જામીન અરજી અમેરિકાની કોર્ટએ ફગાવી : ભારતે ભાગેડુ જાહેર કરેલા રાણાની 10 જૂનના રોજ લોસ એંજલસથી ધરપકડ થઇ હતી : 2008 ની સાલના મુંબઈના આતંકવાદી હુમલામાં 6 અમેરિકન નાગરિકો સહીત કુલ 166 લોકોના મોત થયા હતા


લોસ એંજલ્સ : ભારતના મુંબઈમાં 2008 ની સાલમાં થયેલા આતંકવાદી હુમલાના આરોપી 59 વર્ષીય તહવ્વુર રાણાની જામીન અરજી 10 ડિસેમ્બરના રોજ અમેરિકાની કોર્ટે ફગાવી દીધી છે.તેને ભારતે ભાગેડુ જાહેર કર્યો છે.

રાણાની 10 જૂનના રોજ લોસ એંજલસથી ધરપકડ થઇ હતી.26/11 ના મુંબઈ હુમલામાં 6 અમેરિકન નાગરિકો સહીત 166 લોકોના મોત થયા હતા.

રાણા સાથે શામેલ આ હુમલાના આરોપી હેડલીએ આત્મસમર્પણ કરી દીધું હોવાથી તે હાલમાં જેલમાં છે.જેને 35 વર્ષની જેલસજા ફરમાવાઈ છે.

ભારતનો ભાગેડુ રાણા અમેરિકામાંથી પણ ભાગી જઈ શકે છે તેવી શંકાને ધ્યાને લઇ નામદાર કોર્ટએ તેના જામીન  નામંજૂર કર્યા છે.

 

(3:55 pm IST)