Gujarati News

Gujarati News

News of Wednesday, 15th November 2017

‘‘ઇમરજન્‍સી કેર ઇનોવેશન ઓફ ધ ઇયર એવોર્ડ'': યુ.એસ.માં ઇમરજન્‍સી સેવાઓ ક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી બદલ ઇન્‍ડિયન અમેરિકન ડો.રાહુલ શર્માને એવોર્ડ આપી સન્‍માનિત કરાશે

યુ.એસ.માં ‘‘ઇમરજન્‍સી કેર ઇનોવેશન ઓફ ધ ઇયર એવોર્ડ'' માટે ઇન્‍ડિયન  અમેરિકન ડો.રાહુલ શર્માની ટીમની પસંદગી થઇ છે.

જયોર્જ વોશીંગ્‍ટન યુનિવર્સિટી સ્‍કૂલ ઓફ મેડિસીન એન્‍ડ હેલ્‍થ સાયન્‍સ તથા સ્‍પોન્‍સર્સ અર્જન્‍ટ મેટર્સ, ફિલીપ્‍સ બ્‍લુ જય કન્‍સલ્‍ટીંગ તથા સુમચર કિલનિકલ પાર્ટનર્સ દ્વારા કરાયેલી ઘોષણા મુજબ શ્રી રાહુલ શર્માની ટીમની પસંદગી થઇ છે.

શ્રી શર્માની ઇમરજન્‍સી ડિપાર્ટમેન્‍ટ ટેલિહેલ્‍થ એક્ષપ્રેસ કેર સર્વિસ ટીમની પસંદગી માટે તેમની સાથે ન્‍યુયોર્ક પ્રેસબિટેરીઅન, તથા વેઇલ કાર્નેલ, મેડિકલ સેન્‍ટર સાથે સ્‍પર્ધા હતી. જેમાં ઇમરજન્‍સી સેવાઓ માટે શ્રી શર્માની ટીમ દ્વારા અપાતી ટેલિમેડિસીન આગળ નીકળી ગઇ હતી. તેથી તેની પસંદગી થતા એવોર્ડ એનાયત કરાશે.

(11:00 pm IST)