Gujarati News

Gujarati News

News of Tuesday, 14th November 2017

યુ.એસ.માં BAPS ચેરીટીઝના ઉપક્રમે દલાસ ટેકસાસ મુકામે ૧૬મો વાર્ષિક હેલ્‍થફેર યોજાયોઃ ૩૮૦ જેટલા દર્દીઓનું નિદાન કરાયું તથા રોગો ન થાય તે માટે માર્ગદર્શન અપાયું: ૫૦ ઉપરાંત મેડીકલ પ્રેકટીશનર્સ તથા વોલન્‍ટીઅર્સ ભાઇ બહેનોએ સેવાઓ આપી

ટેક્‍સાસઃ યુ.એસ.માં દલાસ ટેકસાસ મુકામે BAPS ચેરીટીઝના ઉપક્રમે ૪ નવેં.૨૦૧૭ શનિવારના રોજ ૧૬મો વાર્ષિક હેલ્‍થફેર યોજાઇ ગયો. જેમાં ડેન્‍ટીસ્‍ટસ, નર્સીઝ, ફીઝીશીયન્‍શ, ફાર્માસીસ્‍ટસ, તથા કાર્ડિયોલોજી, ઓપ્‍થાલ્‍મોલોજી, પિડીઆટ્રીકસ ગાયનેકોલોજી, તથા પેઇન મેનેજમેન્‍ટ સહિતના ૫૦ મેડીકલ પ્રોફેશ્‍નલ્‍સએ સેવાઓ આપી હતી. તથા હાર્ટ ડીસીઝ, ઓબેસિટી, ડાયાબિટીસ, લિપિડ પ્રોફાઇલ, આંખ, સ્‍કિન તથા દાંતના દર્દો તેમજ ઓસ્‍ટેપોરોસિસ સહિતનું ૩૮૦ ઉપરાંત દર્દીઓનું નિદાન કરી અપાયું હતું. તથા દર્દો ન થાય તે અંગે માર્ગદર્શન  અપાયું હતું. હેલ્‍થફેરને સફળતા પૂર્વક સંપન્‍ન કરાવવા માટે BAPS ચેરીટીઝના વોલન્‍ટીઅસ ભાઇ બહેનોએ જહેમત ઉઠાવી હતી.

BAPS દ્વારા નોર્થ અમેરિકાના જુદા જુદા વિસ્‍તારોમાં હેલ્‍થફેરના આયોજન કરાય છે. ઉપરાંત હેલ્‍થ અવેરનેસ લેકચર્સ, ફુડ ડ્રાઇવસ, વોકથોન, સહિતના કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે. વિશેષ વિગત માટે www.bapscharities.org દ્વારા સંપર્ક સાધવો તેવું શ્રી સુભાષ શાહના અહેવાલ દ્વારા જાણવા મળે છે

 

(9:46 pm IST)