Gujarati News

Gujarati News

News of Tuesday, 14th November 2017

અમેરિકાના ન્‍યુયોર્કમાં સરદાર પટેલનો જન્‍મદિવસ ‘‘રાષ્‍ટ્રિય એકતા દિવસ'' તરીકે ઉજવાયોઃ ભારતના કોન્‍સ્‍યુલ જનરલ, FIA,OFBJP તથા AIANA,ના સંયુક્‍ત ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં કોમ્‍યુનીટી અગ્રણીઓની વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિતિ તથા ઉદબોધન

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ન્‍યુયોર્ક મુકામે ભારતના કોન્‍સ્‍યુલ જનરલ દ્વારા ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશિએશન (FIA) ઓવરસીઝ ફ્રેન્‍ડલ ઓફ બીજેપી (OFBJP) એશોશિએશન ઓફ ઇન્‍ડિયન અમેરિકન્‍સ ઇન નોર્થ અમેરિકા (AIANA)તથા ગુજરાત ફાઉન્‍ડેશન ઇન્‍ક. સાથેના સંયુક્‍ત ઉપક્રમે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનો ૧૪૨મો જન્‍મદિવસ ‘‘રાષ્‍ટ્રિય એકતા દિવસ'' (નેશનલ યુનિટી ડે) તરીકે ઉજવાઇ ગયો.

આ તકે ઉપસ્‍થિત સહુ કોમ્‍યુનીટી અગ્રણીઓએ સરદાર પટેલને સ્‍મૃતિ વંદના કરી હતી. તથા તમામ ઉપસ્‍થિતોનું કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તીએ સ્‍વાગત કરી સરદારના ભારતની આઝાદી ચળવળમાં મહત્‍વના યોગદાન વિષયક પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. તથા તેમના ભારતને એક કરવાના સ્‍વપ્‍નને સાકાર કરવા તેમનો જન્‍મ દિવસ રાષ્‍ટ્રિય એકતા દિવસ તરીકે ઉજવાઇ રહ્યો હોવાનું જણાવ્‍યું હતું.

સરદાર પટેલના જન્‍મદિવસની ઉજવણીમાં હાજર રહેલા કોમ્‍યુનીટી અગ્રણીઓ પદમશ્રી શ્રી એચ.આર.શાહ, FIAના  શ્રી સૃજલ પરીખ, ગુજરાત ફાઉન્‍ડેશનના શ્રી કૌશિક અમીન, શ્રી સુરેશ જાની, OFBJPના શ્રી જગદીશ સેહવાની, AIANAના શ્રી સુનિલ નાયક, OFBJPના સુશ્રી દિપ્તીબેન જાની, ગુજરાતી સમાજના સુશ્રી માલા શાહ, શ્રી ધિરેન પરીખ, તથા CGNYના સુશ્રી ત્રિપાઠી સહિતનાઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન CGNYના શ્રી નાયરએ કર્યુ હતું.

પ્રસંગને અનુરૂપ સરદાર પટેલના જીવન પ્રસંગો વર્ણવતી શોર્ટ ડોકયુમેન્‍ટરીનું નિદર્શન કરાવાયું હતું.તથા ભાવિ પેઢી પણ સરદારના જીવન વિશે જાણતી થાય તેવું આયોજન હવેથી દર વર્ષે તેમના જન્‍મ દિવસની ઉજવણી પ્રસંગે કરવાનું સહુએ નક્કી કર્યુ હતું.

ઉજવણી કાર્યક્રમમાં ગુજરાતી સમાજના શ્રી હીરૂભાઇ પટેલ, ગાંધીઅન સોસાયટીના શ્રી ભદ્દ બુટાલા, પરામસ ગુજરાતી સમાજના શ્રી ગૌતમ પટેલ, શ્રી યોગેશ શાહ, શ્રી ગૂંજેશ દેસાઇ, સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. રાષ્‍ટ્રગીતના ગાન તથા રાજભોગના સ્‍નેકસ બાદ પ્રોગ્રામ સંપન્‍ન થયો હતો. તેવું શ્રી કૌશિક અમીનની યાદી જણાવે છે.

(9:44 pm IST)