Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

હાથકડી પહેરેલા અશ્વેત વ્યક્તિના લમણે બંદૂક તાકી મારી નાખવાની ધમકી આપી : ઇન્ડિયન અમેરિકન પોલીસ ઓફિસર જનક અમીન વિરુદ્ધ ફરિયાદ

ફ્લોરિડા : યુ.એસ.માં ટેમ્પા ફ્લોરિડા સ્થિત ઇન્ડિયન અમેરિકન પોલીસ ઓફિસર જનક અમીન વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે. તેણે એક  હાથકડી પહેરેલા અશ્વેત વ્યક્તિના લમણે બંદૂક તાકી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે.
આ અશ્વેત વ્યક્તિને પોલીસ ઓફિસરે તેની ઓળખ અંગે પૂછ્યું હતું જેનો જવાબ નહીં મળતા ગુસ્સે થઇ તેના લમણે બંદૂક તાકી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મળતા શરીફે તેનો ખુલાસો માંગ્યો છે.તથા તેનું વર્તન ધિક્કારને પાત્ર હોવાનું જણાવ્યું છે.નિઃશસ્ત્ર અને હાથકડી પહેરેલ વ્યક્તિ સામે આ પ્રકારનું વર્તન ચલાવી શકાય નહીં. પોતાનું નામ નહીં જણાવનાર કે ઓળખાણ નહીં આપનાર વ્યક્તિ ઉપર બંદૂક તાકી મારી નાખવાની ધમકી આપવાનું પગલું  યોગ્ય નથી.
પોલીસ ઓફિસર જનકના એટર્નીએ જણાવ્યા મુજબ તેના ઉપર કિન્નાખોરીથી આક્ષેપ લગાવાયો છે.

(7:39 pm IST)