Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

યુ.એસ.માં ભારતની 155 કંપનીઓએ 1 લાખ 25 હજાર જેટલી રોજગારીનું સર્જન કર્યું : 22 બિલિયન ડોલર જેટલું રોકાણ કર્યું : કોન્ફડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીનો અહેવાલ

ન્યુદિલ્હી : યુ.એસ.માં ભારતની 155 કંપનીઓએ 1 લાખ 25 હજાર જેટલી રોજગારીનું સર્જન કર્યું છે.તેમજ  22 બિલિયન ડોલર જેટલું રોકાણ કર્યું હોવાનું કોન્ફડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના અહેવાલ દ્વારા જાણવા મળે છે.
અહેવાલમાં દર્શાવાયા મુજબ આ રોકાણો તથા રોજગારી નિર્માણ મુખ્યત્વે ન્યુજર્સી ,ન્યુયોર્ક ,ટેક્સાસ ,કેલિફોર્નિયા ,ઈલિનોઈસ ,તથા જ્યોર્જિયા સ્ટેટમાં જોવા મળ્યા છે.
ઉપરાંત સામાજિક ઉત્તરદાયિત્વ ,સંશોધન,અને વિકાસ માટે અનુક્રમે 175 તથા 900 મિલિયન ડોલર રોક્યા છે.77 ટકા જેટલી કંપનીઓ હજુ વધુ રોકાણ કરવા માંગે છે તેમજ 83 ટકા જેટલી કંપનીઓ આગામી પાંચ વર્ષમાં હજુ વધુ  સ્થાનિક કર્મચારીઓની ભરતી કરવા માંગે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:37 pm IST)