News of Thursday, 17th May 2018

યુ.એસ.માં ૨૦૧૮ની સાલ માટે પ્રેસિડન્‍શીઅલ સ્‍કોલર્સ તરીકે પસંદ થયેલા ૧૬૧ સ્‍ટુડન્‍ટસમાં સ્‍થાન મેળવતા ૨૫ ઉપરાંત ઇન્‍ડિયન/સાઉથ અમેરિકન સ્‍ટુડન્‍ટસઃ એકેડેમિકસ, આર્ટસ, કેરીઅર, તથા ટેકનીકલ એજ્‍યુકેશન ક્ષેત્રે વિશિષ્‍ટતા દર્શાવનાર તમામ સ્‍કોલર્સનું ર૪ જુનના રોજ મેડલ આપી બહુમાન કરાશે

વોશીંગ્‍ટનઃ યુ.એસ.માં સુપ્રતિષ્‍ઠિત ગણાંતા પ્રેસિડન્‍શીઅલ સ્‍કોલર્સ તરીકે ૨૦૧૮ની સાલ માટે ૧૬૧ સ્‍ટુડન્‍ટસની પસંદગી કરવામાં આવી છે. જેમાં ૨૫ ઉપરાંત ઇન્‍ડિયન/સાઉથ એશિઅન અમેરિકન સ્‍ટુડન્‍ટસએ સ્‍થાન મેળવ્‍યું છે.

એકેડેમિકસ, આર્ટસ,કેરીઅર, તથા ટેકનીકલ એજ્‍યુકેશન ક્ષેત્રે વિશિષ્‍ટતા દર્શાવનાર ઇન્‍ડિયન/એશિઅન અમેરિકન સ્‍ટુડન્‍ટમાં માનસી તોતવાણી, આદિત્‍ય શિવકુમાર, અંકિતા મિત્તલ, અદ્રૈત,પાટિલ, સિધ્‍ધાર્થી માને, સિધિકા બાલાચંદર, ઇબ્રાહીમખાન, નિહારીકા કોઠાપલ્લી, શ્રેયા વંગારા, નેહા શેષાદ્રિ, વીણા થામિલસેલવાન, વિંજય એસ વાલે, દેવેનસિંઘ, નિત્‍યા એસ. અદુસુમિલિ, રોનક ભાગીઆ, નિધિ ટી મહાલે, આર્યમાન ખંડેલવાલ,પ્રાંસુ સુરી, રૂહામાં તરેડા, સોનેશ પટેલ, શ્‍યામન્‍તક પાયરા, કનિષ્‍કા રેગુલુ, કાવ્‍યા કોપારાયુ, મિહિર પટેલ તથા વિનિથા જોસેફ સહિતનાઓનો સમાવેશ થાય છે.

તમામ સ્‍કોલર્સને ૨૪ જુનના રોજ મેડલ આપી સન્‍માનિત કરાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:03 pm IST)
  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST