Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

અભ્‍યાસમાં તેજસ્‍વી પરંતુ જરૂરીયાતમંદ તેવી ભારતની વિદ્યાર્થીનીઓની વહારે ઇન્‍ડિયન અમેરિકન વિદ્યાર્થીની સજની વેદેરિઃ ‘STEM ALL STARS' નામક નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની સ્‍થાપના કરી ૫૦,૦૦૦ ડોલરનું ડોનેશન આપ્‍યું: વિદ્યાર્થીનીઓને ડીજીટલ બોર્ડસ,કોમ્‍યુટર, સાયન્‍સ લેબ તથા લાયબ્રેરી સહિતની સુવિધાઓ મળશે

વર્જીનીઆઃ યુ.એસ.માં એલેકઝાન્‍ડ્રિયા વર્જીનીઆ ખાતેની થોમસ જેફરસન હાઇસ્‍કૂલ ફોર સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજીની જુનીઅર સ્‍ટુડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન સજની વેદેરિએ ‘‘સ્‍ટેમ ઓલ સ્‍ટાર્સ'' નામક નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન બનાવ્‍યું છે જેના નેજા હેઠળ તેણે ભારતની વંચિત પરંતુ તેજસ્‍વી વિદ્યાર્થીનીઓને સાયન્‍સ, ટેકનોલોજી, એન્‍જીનીયરીંગ, તથા મેથેમેટીકસ (STEM) ક્ષેત્રે પ્રોત્‍સાહિત કરવા પચાસ હજાર ડોલરનું ડોનેશન ઘોષિત કર્યુ છે.

આ રકમનો ઉપયોગ ભારતની વંચિત પરંતુ તેજસ્‍વી તેવી યુવતિઓ માટે પચ્‍ચીસ ડીજીટલ બોર્ડસ, ૧૦૦ કોમ્‍યુટર, તેમજ ૨૧નવી સ્‍કુલોમાં લાઇબ્રેરીના નિર્માણ માટે કરાશે.

આ નવી ૨૧ સ્‍કૂલો પૈકી ૧૯ આંધ્રપ્રદેશમાં ૧ તેલંગણા, તથા ૧ કેરાલામાં છે હજુ ગયા વર્ષે એટલે કે ૨૦૧૭ની સાલમાં સજની દ્વારા સ્‍થપાયેલ નોનપ્રોફિટ સ્‍ટેમ ઓલ સ્‍ટાર્સએ અત્‍યાર સુધીમાં બે લાખ રૂપિયાનું ડોનેશન ભેગુ કરી ૧૫ હજાર વિદ્યાર્થીઓને બુકસ, કોમ્‍યુટર, ડીજીટલ બોર્ડ, સાયન્‍સ લેબ સહિતની સુવિધાઓનો લાભ આપ્‍યો છે.

(9:03 pm IST)
  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST