Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

‘‘વિન્‍ડ્રસ સ્‍કીમ'': ૧૯૭૩ની સાલ પહેલા બ્રિટીશ કોલોનીમાંથી યુ.કે.ગયેલા સેંકડો લોકોનું છીનવાઇ ગયેલું નાગરિકત્‍વ પરતઃ જમેઇકન, કરેબિઅન, તથા ૪૫૦ ઉપરાંત ભારતીયોનું નાગરિકત્‍વ મંજુરઃ વિન્‍ડ્રસ નામના જહાજમાં યુ.કે. ગયા હતા તેથી વિન્‍ડ્રસ જનરેશન તરીકે ઓળખાતા હતા

લંડનઃ ૧૯૭૩ પહેલા બ્રિટીશ કોલોની એટલે કે બ્રિટનના તાબાના દેશોમાંથી યુ.કે. આવેલા જમેઇકન, કરેબિયન, ઇન્‍ડિયન તથા સાઉથ એશિઅન નાગરિકોના યુ.કે. માં રહેવા તથા કામ કરવાના અધિકારોમાં ક્રમશ કાપ મુકાયો હતો. ઉપરાંત આ નાગરિકોના યુ.કે.માં જન્‍મેલા સંતાનોને પણ આ અધિકારોથી વંચિત રખાયા હતા. તે તમામને યુ.કે.નું જન્‍મેલા સંતાનોને પણ આ અધિકારોથી વંચિત રખાયા હતા. તે તમામને યુ.કે.નું નાગરિકત્‍વ આપવાનો પ્રસ્‍તાવ સંસદમાં મંજુર થઇ ગયો છે. જેમાં ૪૫૦ ઉપરાંત ભારતીયોનો સમાવેશ થાય છે.

૧૯૭૩ પહેલા વિન્‍ડ્રસ નામના જહાજમાં યુ.કે. આવેલા આ બ્રિટીશ કોલોનીના દેશોના નાગરિકોને યુ.કે.નું નાગરિકત્‍વ આપવા માટે ચલાવાયેલી ઝુંબેશ વિન્‍ડ્રસ સ્‍કીમ તરીકે ઓળખાતી હતી. તેથી હવે તેઓને નાગરિકત્‍વ આપવાનો પ્રસ્‍તાવ ‘વિન્‍ડ્રસ સ્‍કીમ' તરીકે ઓળખાયો છે. તેઓને વિન્‍ડ્રસ જનરેશન તરીકે ઓળખવામાં આવતા હતા.

(8:35 pm IST)