Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અમેરિકાના કેલિફોર્નિયામાં ૨ ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારો કાઉન્‍સીલર તરીકે ચૂંટાઇ આવ્‍યાઃ બર્કલે કાઉન્‍ટીમાંથી સુશ્રી રાશી કેસરવાની તથા લા પાલ્‍મા કાઉન્‍ટીમાંથી શ્રી નિતેષ પટેલ વિજયીઃ ફોર્ટ બેન્‍ડ ટેકસાસ કોર્ટ જજ તરીકે ઇન્‍ડિયન અમેરિકન સુશ્રી જુલી મેથ્‍યુ વિજેતા

કેલિફોર્નિયાઃ અમેરિકામાં સ્‍ટેટ તથા કાઉન્‍ટી કક્ષાની ચૂંટણીઓમાં ઊભેલા ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારો પૈકી અમુક વિજેતા થયા છે.

જે મુજબ નોર્ધન કેલિફોર્નિયામાંથી ઉમેદવારી નોંધાવનાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી રાશી કેસરવાની બર્કલે સીટી કાઉન્‍સીલમાં ચૂંટાઇ આવ્‍યા છે. તેઓ તેમના ૩ પ્રતિસ્‍પર્ધીઓને હરાવી ૪૬ ટકા મતો સાથે ચૂંટાઇ આવેલા ઘોષિત થયા છે.

જયારે સાઉધર્ન કેલિફોર્નિાયામાંથી લા પાલ્‍મા સીટી કાઉન્‍સીલ મેમ્‍બર તરીકે શ્રી નિતેષ પટેલ ચૂંટાઇ આવ્‍યા છે.

ઉપરાંત ફોર્ટ બેન્‍ડ ટેકસાસ કોર્ટ જજ તરીકે ઉમેદવારી નોંધાવનાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી જુલી મેથ્‍યુએ ૫૪-૦૮ ટકા મતો મેળવી વિજય હાંસલ કર્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:58 pm IST)
  • આંધ્ર પ્રદેશમાં CBI નહિ કરી શકે તપાસઃ ચંદ્રબાબુ નાયડુએ બંધ કર્યા દરવાજાઃ કેન્દ્રને સીધો પડકાર કેન્દ્રીય એજન્સીને દરોડા-તપાસ કરવાની પરવાનગી આપવા કર્યો ઇન્કાર access_time 3:41 pm IST

  • વિનય શાહના કૌભાંડના તાર રાજકોટ સુધી પહોંચ્યા : સરધારના લોકોના નાણા ફસાયા : વિનય શાહના કૌભાંડ તાર રાજકોટ સુધી પહોંચ્યાઃ સરધાર ગામના લોકોના પણ નાણા ફસાયાઃ ૫૦૦ લોકોના નાણાં ફસાયા હોવાનું સામે આવ્યું: સરધારના ૪ લોકો બન્યા હતા કંપનીના એજન્ટઃ તેમણે એજન્ટ બન્યા બાદ ગામના લોકોને જોડયા હતા access_time 3:41 pm IST

  • અમદાવાદમાં સાંસદ પરેશ રાવલે પ્રદેશ ભાજપ પર આડકતરો કટાક્ષ કર્યો : સાંસદ પરેશ રાવલે જણાવ્યું મોદી સાહેબને દેશ સોંપી જોઈએ અને મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસ કરવો પડે તે પ્રદેશ ભાજપ માટે અયોગ્ય : પ્રદેશ ભાજપે ગુજરાતને સાચવવુ જોઈએ access_time 5:43 pm IST