Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

રશિયામાં મીની ગુજરાત : ઓરેનબર્ગ શહેરમાં મેડિકલનો અભ્યાસ કરતા ભારતના યુવક યુવતીઓએ નવરાત્રી ઉત્સવ ઉજવ્યો

ઓરેનબર્ગ :રશિયામાં મીની ગુજરાત તરીકે ઓળખાતા ઓરેનબર્ગ શહેરમાં ગુજરાતનો લોકપ્રિય તહેવાર નવરાત્રી ઉત્સવ ઉજવાઈ ગયો.સ્થાનિક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 1 હજાર જેટલા ભારતીય સ્ટુડન્ટ્સ ના પ્રતિનિધિ ડો.અશોક પટેલ તથા તેમની ટિમ આયોજિત ઉત્સવની ઉજવણીમાં ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ થયેલા યુવક યુવતીઓએ ભારે ઉમંગપૂર્વક રાસ ગરબાનો આનંદ માણ્યો હતો.

(12:04 pm IST)
  • અમદાવાદના એલિસબ્રિજમાં ફાયનાન્સ કંપનીમાં લાખોની ચોરી કરી તસ્કરો ફરાર:રૂ 2.50 લાખની રોકડ અને વિદેશી ચલણી નોટોની ચોરી:અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા સહિત 12 દેશોના વિદેશી ચલણી નોટોની ચોરી:ફરિયાદી ફોરેન કરન્સી એક્સચેન્જનો ધધો કરે છે.:ઓફિસ ના ડ્રોઅરમાં મુકેલી ચલણી નોટોની ચોરી થતા નોંધાઈ ફરિયાદ:પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી access_time 1:06 am IST

  • હાલોલના રામેશરા ગામે 3560 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો : પંચમહાલ જિલ્લાના હાલોલના રામેશરા ગામમાં આવેલ અક્ષય ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાંથી 89000ની કિંમતનો 3560 કિલો અખાદ્ય ગોળ ગોધરા આર આર સેલે ઝડપી પાડ્યો access_time 1:05 am IST

  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST