Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

''ગણપતિ બાપા મોરીયા'': અમેરિકામાં ગાયત્રી મંદિર પીસ્કાટાવેના ઉપક્રમે શોભાયાત્રા સાથે ૭ સપ્ટેં.ના રોજ ગણેશ વિસર્જન કરાયું: આગામી ૨૯ સપ્ટેં.રવિવારે નવરાત્રિની રમઝટ સાથે ગરબાનું આયોજન

ન્યુજર્સીઃ તાજેતરમાં ન્યુજર્સી ખાતે ગાયત્રી ચેતના સેન્ટર (GCC) ગાયત્રી મંદિર, Piscataway ખાતે ખૂબજ ભાવપૂર્ણ લાગણી સભર ઉપસ્થિતીમાં ભગવાન ગણેશજીનો વિસર્જન કાર્યક્રમ ૭ સપ્ટેમ્બર, શનિવારના રોજ સંપન્ન બનેલ.

શનિવાર સાંજે સુંદરકાંડ પાઠની પૂર્ણાહૂતી બાદ, ''ગણપીત બાપ્પા મોરીયા''ના ગગનચંબી નાદ સાથે, વિધિવત અને શ્રધ્ધા પૂર્વક ગાયત્રી મંદિરના પ્રાંગણમાં વિશાળ તંબુની અંદર સાત દિવસ પ્લેહા સ્થાપીત કરાયેલ ગણેશ ભગવાનની વિશાળ મૂર્તી ત્થા નાની મૂર્તીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

ન્યુજર્સીનાં પ્રખ્યાત ઢોલ ગ્રુપ- Rock On BEATSનાં  સુંદર, મધુર ઢોલ અને સંગીત સાથે ગણેશ ભગવાનનાં ભજનો, ધુન ત્થા D.J.નાં સંગીતમય તાલે, અબીલ ગુલાલ અલગ અલગ રંગોની આબેહૂબ રંગોળી-રંગે રંગ દ્વારા મંદિરના નાના-મોટા સ્વયંસેવકો, કુટુંબીઓ, શ્રધ્ધાળુ ભકતોએ ગણેશ વિસર્જનમાં ભાગ લીધો હતો.

ગાયત્રી મંદિરના પ્રાંગણમાં શોભાયાત્રા બાદ, સમગ્ર ઉપસ્થિત ભકતો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલી હતી. વિશાળ શોભાયાત્રામાં Picataway  શહેરની આજુબાજુની મેદની ગણેશ વિર્સજનની શોભાયાત્રામાં જોડાઇને ધન્ય બન્યા હતા. અબીલ-ગુલાલે-ગણપતી બાપા મોરીયાનાં નાદે નાના-મોટા આબાલ વૃધ્ધોથી શોભાયાત્રામાં રંગ જામેલો.

ગાયત્રી મંદિરમાં રાબેતા મુજબ,નાના બાળોકની આધ્યાત્મિક જ્ઞાન પીરસવા માટે હિંદુ ધર્મ-સનાતન ધર્મ માટેનાં વર્ગો રવિવારના હોલમાં સપ્ટેમ્બર ૨૯ રવિવારના રોજ નવરાત્રિની રમઝટ સાથે માતાજીના ગરબાનું આયોજન ગાયત્રી નવરાત્રિની રમઝટ સાથે માતાજીના ગરબાનું આયોજન ગાયત્રી મંદિરનાં વ્યવસ્થાપક ટ્રસ્ટીઓ દ્વારા હાથ ધરાયેલ છે. ગરબા માટે કોઇપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવતી નથી. ગાયત્રી મંદિર, તરફથી સર્વે ભાવિક ભકતોને નવરાત્રી ગરબાનો લાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ ત્થા વધુ માહિતી માટે ફોન (૭૩૨)૩૫૭-૮૨૦૦ સંપક સાધવા અનુરોધ કરેલ છે. તેવું શ્રી તુષાર પટેલની યાદી જણાવે છે.

(9:15 pm IST)