Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

અશ્વેત જોર્જ ફ્લોયડના પરિવારે 4 પૂર્વ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કોર્ટ કેસ કર્યો : મે મહિનામાં યુ.એસ.ના મીન્નેસોટામાં પોલીસ દમનથી મૃત્યુ થયું હતું

મીન્નેસોટા :  અશ્વેત જોર્જ ફ્લોયડના પરિવારે 4 પૂર્વ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કોર્ટ કેસ કર્યો છે. મે મહિનામાં યુ.એસ.ના મીન્નેસોટામાં પોલીસ દમનથી મૃત્યુ પામેલા ફ્લોયડના પરિવારે  મિન્નેપોલીસ શહેર અને 4 પૂર્વ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ મીન્નેસોટા કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.જેમાં જણાવ્યા મુજબ પોલીસે ફ્લોયડના નાગરિક અધિકારનું હનન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અશ્વેત યુવાનનું ગોરા પોલીસ ઓફિસર દ્વારા દમનને કારણે મૃત્યુ થયું હતું.જેના સમગ્ર અમેરિકા ઉપરાંત વિદેશોમાં પણ પડઘા પડ્યા હતા અને રંગભેદ વિરુદ્ધ અનેક લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.અમેરિકામાં તો દેખાવો દરમિયાન હિંસક બનાવો પણ બન્યા હતા.

(1:18 pm IST)