-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Monday, 13th July 2020
સાઉથ આફ્રિકામાં શરૂ કરાયેલા ' મહાત્મા ગાંધી કોમ્પ્યુટર સેન્ટર ' માં ચોરી : ચોકીદારને બંધક બનાવી ઉઠાવગીરો 20 કોમ્પ્યુટર ઉપાડી ગયા
જોહાનિસબર્ગ : સાઉથ આફ્રિકામાં 2017 ની સાલથી શરૂ કરાયેલા ' મહાત્મા ગાંધી ઈન્સ્ટુટિટ્યુશન ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેન્ટર ' માં ચોરી થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ ચોકીદારને બંધક બનાવી વાહન લઈને આવેલા ઉઠાવગીરો 20 કોમ્પ્યુટર ઉપાડી ગયા છે.
આ અંગે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર કિદાર રામગોવિંદએ જણાવ્યું હતું કે આ સેન્ટરમાં ચોરી થવાની આ સૌપ્રથમ ઘટના છે.સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.
આ સેન્ટરમાં ગરીબ બાળકો વિનામૂલ્યે અથવા તો મામૂલી ફી ભરી કોમ્પ્યુટર શિક્ષણ મેળવતા હતું.અત્યાર સુધીમાં 4 હજાર જેટલા બાળકો ટ્રેનિંગ લઇ ચુક્યા છે.અને પગભર પણ થવા લાગ્યા છે.
(1:07 pm IST)