Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

ડો.રાજ ભાયાણીને એવોર્ડઃ ભારતના મુંબઇમાં AAPI આયોજીત ૧૨મી ગ્‍લોબલ હેલ્‍થ સમિટમાં અવિરત સેવાઓ આપવા બદલ સન્‍માન કરાયું

મુંબઇઃ અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્‍શ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (AAPI)ના ઉપક્રમે ભારતના મુંબઇમાં યોજાયેલી ૧૨મી ગ્‍લોબલ હેલ્‍થ સમીટ (GHS)૨૦૧૮માં અવિરત સેવાઓ આપવા બદલ સમીરના કો-ચેર ડો.રાજ ભાયાણીનું ૨૯ ડીસેં.૨૦૧૮ના રોજ ‘‘આઉટસ્‍ટેન્‍ડીંગ સર્વિસ એપ્રિશીએશન એવોર્ડ''થી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

ડો.ભાયાણી સુવિખ્‍યાત ન્‍યુરોસર્જન, સામાજીક કાર્યકર, આંત્રપ્રિનીઅર, લીડર તથા ભારતના સૌપ્રથમ ENT સર્જન છે. તેઓ ન્‍યુયોર્કમાં પ્રેકટીસ કરે છે.

આ એવોર્ડથી સન્‍માનિત કરવા બદલ ડો.ભાયાણીએ AAPI હોદેદારોનો આભાર માન્‍યો હતો. તથા પોતાને સેવાઓ કરવાની તક મળી તે બદલ હર્ષ વ્‍યક્‍ત કર્યો હતો. તથા AAPIની કામગીરીને બિરદાવી હતી. તેવું UNN દ્વારા જાણવા મળે છે.

 

 

(9:00 pm IST)