Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઇન્ડિયન અમેરિકન સંશોધક શ્રી બાલા નટરાજનની ટીમને ૨.૮ મિલીઅન ડોલરની ગ્રાન્ટઃ સોલાર એનર્જીની ક્ષમતા વધારી સાઇબર એટેકથી સુરક્ષા આપવાની કામગીરી હાથ ધરશે

કન્સાસઃ યુ.એસ.માં કન્સાસ સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોની ટીમને યુ.એસ.ડીપાર્ટમેન્ટ ઓફ એલર્જી સોલાર એનર્જી ટેકનોલોજીસ ઓફિસએ ૨.૮ મિલીઅન ડોલરની ગ્રાન્ટ ૩ વર્ષ માટે મંજુર કરી છે.

સોલાર એનર્જીને પ્રોત્સહન તથા વેગ આપવા યુનિવર્સિટીના સંશોધકોની ટીમ ઇન્ડિયન અમેરિકન શ્રી બાલા નટરાજનના નેતૃત્વ હેઠળ કામ કરશે. તેમની ટીમમાં શ્રી મોહમ્મદ શાહમંદ, શ્રી હોંગ્યુ વુ, શ્રી બેહરૂઝ મિરાફઝલ, તથા શ્રી અનિલ પાહવાનો સમાવેશ થાય છે જેમના સંચાલિત પ્રોજેકટ અંતર્ગત વીજળી ગ્રીડની સ્થિતિ સ્થાપકતાને મજબુત બનાવી સાઇબર એટેક પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કામ થશે.

(7:54 pm IST)