Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

‘‘ગણપતિ બાપા મોરીયા'': અમેરિકાના સાન્‍તા કલારા કાઉન્‍ટી,સાન જોસ કેલિફોર્નિયામાં ૧૫ તથા ૧૬ સપ્‍ટેં.ના રોજ ‘‘ગણેશ ઉત્‍સવ'' ઉજવાશેઃ ડીજે દાંડીયા, મ્‍યુઝીક, તથા ફટાકડાની આતશબાજી સાથે વિધ્‍ન હર્તાના દર્શન અને આરતીનો લહાવો

કેલિફોર્નિઆઃ અમેરિકાના સાન જોસ, કેલિફોર્નિયામાં ૧૫ તથા ૧૬ સપ્‍ટેં ૨૦૧૮ના રોજ ગણેશ ઉત્‍સવ ઉજવાશે.

સાન્‍તા કલારા કાઉન્‍ટી ફેરગ્રાઉન્‍ડ ૩૪૪,તુલ્લી રોડ, સાન જોસ મુકામે થનારી બે દિવસિય ઉજવણી ૧૫ સપ્‍ટેં. તથા ૧૬ સપ્‍ટેં.ના રોજ સવારે ૧૦ વાગ્‍યે શરૂ થશે. જે અંતર્ગત આ બન્‍ને દિવસ દર્શન, આરતીનો લાભ મળશે. ઉપરાંત લેઝીમ, ઢોલ, સાંસ્‍કૃતિક કાર્યક્રમો,ફુડ બુથ, બાળકો માટેના મનોરંજન કાર્યક્રમોના આયોજનો કરાયા છે.

જે મુજબ ૧૫ સપ્‍ટેં.ના રોજ ડી જે દાંડીયા રાસ તથા ૧૬ સપ્‍ટેં.ના રોજ ડી જે મ્‍યુઝીક, ફટાકડાની આતશબાજી, તથા શો નું આયોજન કરાયું છે. તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે.

વિશેષ માહિતિ માટે કોન્‍ટેક નં.૫૧૦-૫૧૯-૬૩૬૩ દ્વારા અથવા ... દ્વારા સંપર્ક સાધવા જણાવાયું હોવાનું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(10:04 pm IST)