Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ભારતમાં ગે સેકસને અપરાધ ગણવામાંથી નાબુદ કરાયાના પગલે સિંગાપોરમાં પણ કોર્ટ કેસ દાખલઃ ભારતની સુપ્રિમ કોર્ટના ચૂકાદાનો ઉલ્લેખ કરી ૪૩ વર્ષીય નાગરિકે કોર્ટમાં અરજી કરી

સિંગાપોરઃ ભારતમાં ગે સેકસને અપરાધ ગણવામાંથી સુપ્રિમ કોર્ટએ મુક્‍તિ આપ્‍યાના ચોથા જ દિવસે સિંગાપોરના એક નાગરિકએ પણ આ સેકસ ઉપરનો પ્રતિબંધ દૂર કરતી અરજી કોર્ટમાં દાખલ કરી છે.

સિંગાપોરના ૪૩ વર્ષીય નાગરિક જોન્‍સન ઓન્‍ગ મિન્‍ગ કે જે DJ તરીકે ઓળખાય છે તેણે હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં ભારતની સુપ્રિમ કોર્ટના ચૂકાદાનો ઉલ્લેખ કરી ગે સેકસ ઉપરના પ્રતિબંધને માનવ અધિકારના પ્રતિબંધ સમાન ગણાવ્‍યો છે.

 

(10:13 pm IST)