Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

રશિયાના મોસ્કોમાં ''ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા''નું ઉદઘાટન કરાયું: ૬ મહિના સુધી ચાલનારો આ ઉત્સવ રશિયાના જુદા જુદા ૨૨ શહેરોમાં દર્શાવાશે

મોસ્કોઃ રશિયાના મોસ્કોમાં ૬ સપ્ટેં. ૨૦૧૮ ગુરૂવારના રોજ ''ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા'' ખુલ્લો મુકવામાં આવ્યો છે.

૬ મહિના સુધી રશિયાના જુદા જુદા ૨૨ શહેરોમાં ઉજવાનારા આ ઉત્સવનું ઉદઘાટન મોસ્કો ખાતેના ભારતના રાજદૂત શ્રી ગંગાધરન બાલસુબ્રમણ્યમએ કર્યુ હતું. તથા પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.

ઉદઘાટન પ્રસંગે રશિયાનો કલાસિકલ બેરેજકા ડાન્સ તથા ભારતનું કથક અને ભરત નાટયમ નૃત્ય રજુ કરાયું હતું. ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા ઉત્સવનો હેતુ રશિયાના નાગરિકોને ભારતની સંસ્કૃતિથી વાકેફગાર કરવાનો છે.

 

(10:42 am IST)