Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ભારત ખાતેની અમેરિકન દૂતાવાસ કચેરીઓ 17 ઓગસ્ટથી સ્ટુડન્ટ વિઝા આપવાનું શરૂ કરશે : મર્યાદિત સંખ્યામાં સ્ટુડન્ટ વિઝા આપવાનું આયોજન

ન્યુદિલ્હી : ભારત ખાતેની અમેરિકન દૂતાવાસ કચેરીઓ 17 ઓગસ્ટથી સ્ટુડન્ટ વિઝા આપવાનું શરૂ કરશે જે મર્યાદિત સંખ્યામાં સ્ટુડન્ટ વિઝા આપવાનું આયોજન કરાયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ સ્ટુડન્ટ વિઝા તથા એકેડેમિક એક્સચેન્જ વિઝીટર  વિઝા આપવાની કામગીરી ન્યુદિલ્હી ,મુંબઈ ,હૈદરાબાદ ,ચેન્નાઇ તથા કોલકાત્તા ખાતે આવેલી દૂતાવાસ કચેરી દ્વારા હાથ ધરાશે.જે મુજબ 12 ઓગસ્ટ પહેલા આવેલી અરજીઓનો નિકાલ થયા બાદ ત્યારપછીની અરજીઓ ધ્યાને લેવાશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:36 pm IST)