Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

અમેરિકામાં સ્કૂલો ચાલુ કરી દેવા ટ્રમ્પની ગવર્નરોને સલાહ : કોરોના વિષેશજ્ઞ ડો.એન્થની ફોસીની સલાહની અવગણના

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ દેશના રાજ્યોના તમામ ગવર્નરોને સ્કૂલો ચાલુ કરી દેવાની સલાહ આપી છે.
જોકે તેમણે કોરોના વિષેશજ્ઞ ડો.એન્થની ફોસીની સલાહની અવગણના કરી છે.ડો.ફોસીના મતે વર્તમાન સંજોગોમાં સ્કૂલો ચાલુ કરવી જોખમી ગણાવાઈ હતી.તથા ફરીથી લોકડાઉન કરી લોકોને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવે તો કોરોના વાઇરસનો કહેર ઓછો કરી શકાય તેમ કહ્યું છે.
તેમના આ મત સાથે  ડોનાલ્ડ ટ્રમ્પએ અસહમતી દર્શાવી છે.તથા જણાવ્યું છે કે જેમ ઉંમર ઓછી તેમ કોરોના વાઇરસની અસર ઓછી થઇ શકે છે.

(9:37 am IST)