Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

' કોકાકોલા સ્કોલર્સ 2021 ' : ડઝન ઉપરાંત ઇન્ડિયન અમેરિકન હાઈસ્કૂલ સ્ટુડન્ટ્સ પસંદગી પામ્યા : દરેક સ્કોલરને 20,000 ડોલરની કોલેજની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે

વોશિંગટન : ગયા મહિને કોકા-કોલા સ્કોલરશીપ  ફાઉન્ડેશને તેના 2021ની સાલના સ્કોલર્સની ઘોષણાં કરી હતી. જેમાં ઘણા ભારતીય અમેરિકનો અને દક્ષિણ એશિયાના અમેરિક સ્ટુડન્ટ્સે સ્થાન મેળવ્યું હતું. જે માટે 150 હાઇ સ્કૂલના વરિષ્ઠ સ્ટુડન્ટ્સનો સમાવેશ થતો હતો, જેઓએ  33 મી વાર્ષિક સૂચિમાં સ્થાન મેળવ્યું હતું.

ફાઉન્ડેશને જણાવ્યું હતું કે, દરેક સ્કોલરને 20,000 ડોલરની કોલેજની  શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે અને 6,450 થી વધુ વિદ્યાર્થીના પરિવાર સાથે તેઓ જોડાશે જેઓ તેમના સમુદાયો અને વિશ્વભરમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે.

સ્કોલરશીપ માટે પસંદ થયેલા સ્ટુડન્ટ્સમાં  મેસન, ઓહિયોના લાલાતીઆ આચાર્ય , કોલોરાડોના  ફિરીદ અહમાદ, ન્યૂ જર્સીના કોલ્ટ્સ નેક ટાઉનશીપના ભાવના અકુલા; મિશિગન ફાર્મિંગ્ટન હિલ્સની મારિયા ચેરીઆન; મેડિસન, મિસિસિપીના શનય દેસાઈ; પાલિઓ અલ્ટો, કેલિફોર્નિયાના દિવ્યા ગણેશન; કોલંબિયાની શ્રુતિ ગૌતમ, મિઝોરી; પોર્ટલેન્ડ, પેરેગોનની  અનિકા ગુપ્તા; મિનિગન, એન આર્બરની મેડલિન  ગુપ્તા; ચેસ્ટરફિલ્ડ, મિસૌરીની જાનવી હુરિયા; બેટન રોજ, લૂસિયાનાના જય ઐયર , સોલ્ટ લેક સિટી, ઉતાહના વિશાલ જમ્મુલાપતિ; ઇન્ડિયાનાના વાલ્પરાઇસોના દેવીશી ઝા; ન્યૂ જર્સીના ડેનવિલેના ઇશાન કુમાર; બેલેવુ,  વૉશિન્ગટનની  મહાથી મંગીપુડી; વિલમિંગ્ટન, ડેલાવેરની દીયા મોહનોટ; ન્યુ યોર્કના શેનક્ટેડીના અનીશ મુપ્પીડી; અને જમૈકા, ન્યુ યોર્કના સિકીરત મુસ્તાફા સહિતનાઓનો સમાવેશ થાય છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:51 pm IST)