Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ઈથોપિયન પ્લેન ક્રેશ થતાં ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન મહિલા મનીષા નુકવારપુ નું કરૂણ મોત : આંધ્રપ્રદેશના વતની મહિલા નાઇરોબી સ્થિત મોટી બહેન તથા માતા-પિતાને મળવા જઈ રહ્યા હતા

ટેન્નેસ્સિ : યુ.એસ.ની ઇસ્ટ ટેન્નેસ્સિ સ્ટેટ યુનિવર્સીટીના રેસિડન્ટ ફિઝિશિયન ઇન્ડિયન અમેરિકન મહિલા મનીષા નુકવારપુનું ઈથોપિયન પ્લેન ક્રેશ થતા કરૂણ મોત નીપજ્યું છે.10 માર્ચના રોજ આ પ્લેન ક્રેશ થયું હતું જેમાં 157 ઉતારુઓ મૃત્યુ પામ્યા હતા.તેઓ નાઇરોબી સ્થિત તેમના મોટા બહેન તથા માતા -પિતાને મળવા જઈ રહ્યા હતા.તેઓ આંધ્રપ્રદેશના વતની હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:02 pm IST)
  • સુરતના અમરોલીમાં ૮ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ : સુરતના અમરોલીમાં ૮ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. બાળાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડેલ છે. ૪ દિવસમાં શહેરમાં દુષ્કર્મની ૩ ઘટના બનતા દુષ્કર્મ આચરનારા સામે આક્રોશ ફેલાયો છે. access_time 3:33 pm IST

  • ભાવનગરમાં ભારતીબેન શિયાળ, હિરાભાઇ સોલંકી સહિત દાવેદારોની ઉમેદવારી માટે રાફડો ફાટયો access_time 3:33 pm IST

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST