Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

યુ.એસ.માં H-4 વીઝાધારકોના વર્ક ઓથોરાઇઝેશન રીન્‍યુ થવામાં થઇ રહેલો વિલંબઃ કામ કરવાનો અધિકાર સમયસર રીન્‍યુ નહી થતા નોકરી ગૂમાવવાની નોબત

વોશીંગ્‍ટનઃ યુ.એસ.માં H-4 વીઝા ધરાવતી મહિલાઓને નોકરી કરવા માટે અપાતા વર્ક ઓથોરાઇઝેશન રીન્‍યુ થવામાં વિલંબ થઇ રહ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ આ વીઝા ધારકોના વર્ક ઓથોરાઇઝેશન ઉપર ટ્રમ્‍પ સરકારની લટકતી તલવાર જેવી પરિસ્‍થિતિ છે.જે અગાઉ ૧૫ દિવસમાં રીન્‍યુ થઇ જતા હતા તેમાં હવે ૯૦ દિવસ જેટલો સમય લાગે છે. તેમજ ઘણીવાર તેનાથી પણ વધુ સમય લાગી જાય છે ટ્રમ્‍પ સરકાર છેલ્લા ૧ વર્ષથી આ વર્ક ઓથોરાઇઝેશન નાબુદ કરવા પ્રયત્‍નશીલ છે. જે અંગે ફેબ્રુ. માસમાં વ્‍હાઇટ હાઉસ દ્વારા નિર્ણય જાહેર થવાનો હતો. પરંતુ હવે આ નિર્ણય જુન માસ સુધી લંબાવાયો છે. આ નિર્ણય જો વર્ક ઓથોરાઇજેશન નાબુદ કરવા માટે લેવાશે તો 22000 જેટલા H-4 વીઝાધારકો કે જેમાં મોટા ભાગની ભારતીય મૂળની મહિલાઓ છે તેમને અસર  થશે.

જો કે USCISના પ્રવકતાના જણાવ્‍યા મુજબ વર્ક ઓથોરાઇઝેશન માટે વિલંબ કરવાનું કોઇ કારણ નથી. માત્ર આ માટે થોડા કડક અંકુશો મુકવાના દેતુથી વધારાના દસ્‍તાવેજો માંગવામાં આવે છે.

કોઇપણ અરજીના નિકાલ માટે નક્કી કરાયેલો વધુમાં વધુ સમય ૬ માસની મર્યાદામાં તેનો નિકાલ કરી દેવામાં આવે છે.

(10:08 pm IST)