Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ચીનમાં અભ્યાસ કરતા ભારતના 647 સ્ટુડન્ટ્સ વતનમાં પાછા આવી ગયા : હજુ પણ બાકી રહેતા 100 જેટલા સ્ટુડન્ટ્સની સરકારને આજીજી : અમને વહેલી તકે અહીંથી છોડાવો

હુબઈ :  ચીનમાંથી અત્યાર સુધીમાં 647 સ્ટુડન્ટ્સ ભારત આવી ગયા પછી પણ હજુ 80 થી 100 જેટલા સ્ટુડન્ટ્સ પરત આવવાની રાહ જોઈ રહ્યા છે.તેઓએ જણાવ્યા મુજબ યુનિવર્સીટીમાં હોસ્પિટલ શરૂ કરી દેવાતા રહેવાનો પ્રશ્ન ઉભો થયો છે.તેથી તેમણે વહેલી તકે છોડાવો તેવી ભારત સરકારને આજીજી કરી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના એક હજાર જેટલા સ્ટુડન્ટ્સ હજુ ચીનમાં છે.જેઓને પોતાના દેશમાં પાછા ફરી શકવા કોઈ જોગવાઈ થઇ નથી તેનો તેમને અસંતોષ છે.

(11:43 am IST)
  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજે આંબેડકરની મૂર્તિને માળા પહેરાવી : આરજેડી અને સીપીઆઈએ ગંગાજળ છાંટી મૂર્તિ શુદ્ધ કરી : ગઈકાલ શુક્રવારે બેગુસરાઈમાં સીએએના સમર્થનમાં નીકળેલી રેલી દરમિયાન ગિરિરાજના હસ્તે માળા ચડાવેલી મૂર્તિને અપવિત્ર થયેલી ગણી આજ શનિવારે ગંગાજળના પાણીથી શુદ્ધ કરાઈ : ભાજપ વિરુદ્ધ રોષ વ્યક્ત કરાયો access_time 7:55 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • પાકિસ્તાને સીઝફાયરનું કર્યુ ઉલ્લંઘન : સવારથી જ ભારે ગોળીબાર ચાલુ access_time 11:18 am IST