Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ભારતમાં વિવાદ જગાવનાર ફિલ્મ ''ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર''ને પાકિસ્તાન સેન્સર બોર્ડનું ગ્રીન સિગ્નલઃ ૧૮ જાન્યુ.૨૦૧૯ થી રિલીઝ કરાશે

ઇસ્લામાબાદઃ જેણે ભારતમાં વિવાદ જગાવ્યો છે તે ''ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર''ને પાકિસ્તાન સેન્સર બોર્ડએ મંજુરી આપી છે.

ફિલ્મના પ્રોડ્યુસર જયંતિલાલ ગડાએ સમાચાર સૂત્રોને જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં આ ફિલ્મ ૧૮ જાન્યુ ૨૦૧૯ થી દર્શાવાશે. જે માટે પ્રોડ્યુસર જયંતિલાલએ પાકિસ્તાન પ્રાઇમ મિનીસ્ટર ઇમરાનખાનનો આભાર માન્યો છે.

ઉલ્લેખનીય છે કે સંજય બારૂ, લિખિત પુસ્તકના આધારે તૈયાર કરાયેલી આ ફિલ્મ ભારતના વડાપ્રધાન ડો.મનમોહન સિંહ ઉપર આધારિત છે. શ્રી સંજય બારૂ તત્કાલિન વડાપ્રધાનના મિડીયા એડવાઇઝર હતા.

 

(8:30 pm IST)
  • ધોનીની સિક્સર સાથે ઓસ્ટ્રેલિયા સામે ભારતનો વિજય : છેલ્લા 6 બોલમાં 7 રનની જરૂર હતી ત્યાર પહેલા બોલે જ સિક્સર ફટકારી : વિરાટ કોહલીની સદી અને ધોનીની અડધી સદી સાથે જીત મેળવી access_time 5:41 pm IST

  • સીબીઆઇમાં બદલી ચાલુ :અખિલેશ યાદવની 'ભૂમિકા' ની તપાસ કરતા અધિકારીની ટ્રાન્સફર : ગેરકાયદે ખનન મામલામાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની કથિત ભૂમિકાની તપાસની દેખરેખ રાખતા સીબીઆઈના ડીઆઈજી ગગનદીપ ગંભીરની બદલી કરાઈ :સીબીઆઈ આ સાથે કેટલાય અધિકારીઓની બદલી કરી નાખી access_time 12:31 am IST

  • આણંદના બદલપુરમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા મોત આણંદના બદલપુરમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા નાસભાગ મચી ગઈ હતી. યુવાને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતુ. જેથી ઉત્તરાયણનો પર્વ શોકમાં ફેરવાયો હતો access_time 12:48 pm IST