Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

''ક્રિસમસ'': અમેરિકાના વોશીંંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસના ઉપક્રમે ૪ જાન્યુ.૨૦૧૯ના રોજ ઉજવાઇ ગયેલો તહેવાર

વોશીંગ્ટનઃ અમેરિકાના વોશીંગ્ટન મુકામે આવેલા ભારતીય દૂતાવાસના ઉપક્રમે ૪ જાન્યુ.૨૦૧૯ના રોજ 'ક્રિસમસ'તહેવાર ઉજવાયો હતો.

આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભારતીય મૂળના તથા ખ્રિસ્તી લોકોએ આમંત્રિત તરીકે હાજરી આપી હતી.  તથા કાર્યદૂત એમ્બેસેડર શ્રી સંતોષ ઝાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. તથા મેથોલિક અર્ચના અનુયાયીઓ મેમોરિયલ ફર્સ્ટ ઇન્ડિયા ગાયક વૃંદએ નાતાલનું પ્રાર્થના ગીત ગાયું હતું.

(7:40 pm IST)
  • ઓડિસા : 14 વર્ષની સગીરાંથી છાત્રાવાસમાં જન્મેલ નવજાતનું મૃત્યુ ;પ્રિન્સિપાલ સહીત ચાર સસ્પેન્ડ : સગીરાનો આરોપ હતો કે તેણીને અને તેના નવજાતને છાત્રાલયમાંથી બહાર કાઢી મુક્યા હતા તેને એક જંગલમાં શરણ લીધું હતું :ઓડિસાના કંધમાલ જિલ્લામાં એક આદિવાસી આવાસીય વિદ્યાલયના છાત્રાવાસમાં 14 વર્ષની એક કિશોરીને જન્મેલ નવજાત શિશુનો મોટ થતા ચકચાર ;આઠમાં ધોરણની છાત્રાએ એક નવજાતને જન્મ આપ્યો હતો access_time 12:27 am IST

  • આણંદના બદલપુરમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા મોત આણંદના બદલપુરમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા નાસભાગ મચી ગઈ હતી. યુવાને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતુ. જેથી ઉત્તરાયણનો પર્વ શોકમાં ફેરવાયો હતો access_time 12:48 pm IST

  • કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ એમ્સમાં દાખલ : સાઈનસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા : રવિશંકર પ્રસાદ કેટલાક સમય ડોક્ટરોના નિરીક્ષણમાં રહેશે access_time 12:18 am IST