Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભારતના લોકોની આરોગ્‍ય સેવા માટે કાર્યરત AAPI તથા દેશમાંથી અંધાપો દૂર કરવા કાર્યરત ડો.વી.કે.રાજુ અને EFA વચ્‍ચે સહયોગ સધાયોઃ આગામી ૧૨ થી ૧૮ માસમાં ભારતના ૧ લાખ બાળકોનો અંધાપો દૂર કરવાનો લક્ષ્યાંકઃ વતનનું ઋણ ચૂકવવા યુ.એસ.સ્‍થિત AAPI લંડન સ્‍થિત ડો.વી.કે.રાજુ તથા અમેરિકાના આઇ ફાઉન્‍ડેશનનો સંયુક્‍ત પ્રયાસ

વોશીંગ્‍ટનઃ ભારતના પ્રજાજનોની આંખોની સારવાર માટે કાર્યરત ‘‘આઇ ફાઉન્‍ડેશન ઓફ અમેરિકા''તથા ડો.વી.કે.રાજુની કામગીરીમાં સાથ આપવા માટે યુ.એસ.સ્‍થિત અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્‍શ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (AAPI)એ સહયોગ આપવાનું નક્કી કર્યુ છે. ભારતના લોકોને આધુનિક તબીબી સારવાર આપવા તથા રોગો થતા અટકાવવા કાર્યરત AAPIના પ્રેસિડન્‍ટ ડો.નરેશ પટેલએ ઉપરોક્‍ત નિર્ણયની તથા સત્‍કાર્યમાં જોડાવાના આ નિર્ણય બદલ તેમણે આનંદ તથા રોમાંચની લાગણી પણ વ્‍યક્‍ત કરી છે.

ઉલ્લેખનીય છે કે ભારતના અનેક સ્‍ટેટમાં ચેરીટેબલ કિલનિક શરૂ કરનાર તથા અનેક વખત ગ્‍લોબલ હેલ્‍થ સમિટના આયોજનો દ્વારા ભારતના પ્રજાજનોની આરોગ્‍ય સુવિધા માટે કાર્યરત રહી વતનનું ઋણ ઉતારવા તત્‍પર AAPIનો આઇ ફાઉન્‍ડેશન ઓફ અમેરિકા તથા ડો.વી.કે.રાજુ સાથેનો સહયોગ અનેક ભારતીયોના જીવનમાં પ્રકાશ ફેલાવનારો બની રહેશે.

સાથોસાથ છેલ્લા ૪ દસકાથી ભારતના લોકોનું રતાંધળા પણુ તથા અંધાપો દૂર કરવા તેમજ દૃષ્‍ટિ સુધારવા માટે કાર્યરત ડો.રાજુ તથા આઇ ફાઉન્‍ડેશન ઓફ અમેરિકાને AAPIનો મળનારો સહયોગ તેમના સત્‍કાર્યને વધુ વેગ આપનારો બની રહેશે. આ આઇ ફાઉન્‍ડેશન ઓફ અમેરિકા (AIF) તથા ડો.રાજુએ મળીને ૩૦ જેટલા દેશોના ૨.૫ મિલીઅન જેટલા લોકોને નવી દૃષ્‍ટિ આપવાનું કાર્ય કર્યુ છે. તથા આ માટે ૩૦ હજાર ઉપરાંત ઓપરેશનો પણ કર્યા છે. ડો.રાજુ લંડનમાં રહેતા હોવા છતા વેકેશનમાં ભારત આવી છેવાડાના માણસોની આંખોની સારવાર કરે છે.જે પોતાના ખર્ચે કરી વતનનું ઋણ ચૂકવે છે તેમજ AIFના સહયોગથી આંખોની સારવાર માટે ભારતમાં ૨ હોસ્‍પિટલ પણ બંધાવી છે. ઉપરાંત ભારતના ડોકટરો તથા આ ક્ષેત્રના લોકોને ટ્રેનીંગ આપવાનું કામ પણ કરે છે. ડો.રાજુને લાઇફ ટાઇમ એચિવમેન્‍ટ એવોર્ડ સહિત અનેક એવોર્ડ મળેલા છે. તેઓ તન,જાન,અને ધનથી ભારતના પ્રજાજનોની વર્ષોથી સેવા કરી રહ્યા છે. તથા અનેક દેશોના પ્રજાજનોના જીવનમાં ઉજાસ ફેલાવવાનું તેમણે સત્‍કાર્ય કર્યુ છે.

AAPI તથા ડો.રાજુએ પરસ્‍પરના સહયોગ માટે ખુશી વ્‍યક્‍ત કરી છે. તથા AAPI ફોરએ વર્લ્‍ડ વિધાવુટ ચાઇલ્‍ડહૂડ બ્‍લાઇન્‍ડનેસ સૂત્ર દ્વારા આગામી ૧૨ થી ૧૮ માસમાં ભારતના ૧ લાખ બાળકોનો અંધાપો દૂર કરવાની નેમ વ્‍યક્‍ત કરી છે. જેમાં તેઓને EFAનો પણ સહયોગ મળશે.

વિશેષ જાણકારી www.aapiusa.org દ્વારા અથવા www.eyefoundationofamerica.org દ્વારા મળી શકશે. તેવું શ્રી અજય ઘોષ્ની યાદી જણાવે છે.

(9:47 am IST)
  • નહેરુએ લોકતંત્રના મૂલ્યોને આગળ વધાર્યા ;આજે તેને પડકાર ફેંકાય છે ;સોનિયા ગાંધીએ કોંગ્રેસણ નેતા શશી થરૂરના પુસ્તક 'નહેરુ ધ ઈંવેંશન ઓફ ઇન્ડિયા 'ના પુનવિમોચન પ્રસંગે કહ્યું કે નહેરુએ દેશની તમામ લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે સન્માન અને તેને મજબૂત બનાવની સંસ્કૃતિ ઉભી કરીને લોકશાહીને મજબૂત બનાવી ;આજે સતામાં બેઠેલા લોકો તેને નહેરુની આ વિરાસતને નબળી પાડવા પ્રયાસ કરે છે access_time 12:41 am IST

  • મધ્યપ્રદેશ ભાજપમાં બગાવતના સુર :ગ્વાલિયરના પૂર્વ મેયર સમીક્ષા ગુપ્તાએ રાજીનામુ ફગાવ્યું ;પાર્ટી પર દિનદયાલ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખરજીના સિદ્ધાંતોથી ભટકવાનો લગાવ્યો આરોપ :ગ્વાલિયર દક્ષિણ સીટની દાવેદાર સમીક્ષા ગુપ્તાએ વિધાનસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત પાર્ટીએ મંત્રી નારાયણસિંહ કુશવાહને ટિકિટ આપી છે access_time 12:20 am IST

  • ગુરુવારે ઇંધણના ભાવમાં ઘટાડો ;પેટ્રોલમાં 15 પૈસાનો લિટરે ઘટાડો ;ડીઝલ પણ લિટરે 12 પૈસા થશે સસ્તું ;બુધવારે પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત થયા બાદ ગુરુવારે ભાવ ઘટાડાનો મળશે લાભ ;વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં એકધારા ઘટાડાથી વાહન ચાલકોને મળતો ફાયદો access_time 11:09 pm IST