Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

અમેરિકાના ન્યુજર્સીમાં ૧૧ ઓગ ૨૦૧૯ રવિવારના રોજ ''ઇન્ડિયા ડે પરેડ'': ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે .. આયોજીત પરેડમાં બોલીવુડ સ્ટાર સોનુ સુદ, મોનલ ગજજર તથા આર.જે. દેવકી જોડાશે

ન્યુજર્સીઃ યુ.એસ.માં નોનપ્રોફિટ ''ઇન્ડિયન બિઝનેસ એશોશિએશન (IBS)'' ન્યુજર્સીના ઉપક્રમે સતત ૧૫ મા વર્ષે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે.

૧૧ ઓગ.૨૦૧૯ રવિવારના રોજ થનારી ઉજવણી અંતર્ગ ''ઇન્ડિયા ડે પરેડ'' યોજાશે. જે એડિસનથી ઇઝેલીન ઓકટ્રી રોડ ઉપરથી નિકળશે જેનો સમય બપોરે ૧ વાગ્યાનો રહેશે.

પરેડમાં બોલીવુડ સ્ટાર સોનુ સુદ, મોનલ ગજ્જર તથા આર.જે.દેવકી જોડાશે. આ પરેડમાં જોડાવા સહુને આમંત્રણ પાઠવાયું છે જેમાં બોલીવુડ સોંગ્સ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

વિશેષ માહિતી  dhirenamin@hotmail.com દ્વારા અથવા કોન્ટેક નં.૭૩૨-૨૮૩-૨૭૦ દ્વારા મળી શકશે. તેમજ ચેરમેન શ્રી ચંદ્રકાંત પટેલ, પ્રેસિડન્ટ શ્રીધીરેન અમિન, વાઇસ ચેરમેન શ્રી મનહર શાહ, શ્રી મહેશ શાહ, લીગલ એડવાઇઝર શ્રી સતિષ પુંડી, એક્ષ વાઇસ પ્રેસિડન્ટ શ્રી હર્ષદ પટેલ, શ્રી પ્રફુલ વૈદ્ય, શ્રી દિલીપ પટેલ, અથવા સેક્રેટરી શ્રી પ્રફુલ પટેલનો સંપર્ક સાધવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:36 pm IST)
  • જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલની ધરપકડ : તેઓ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ છે અને ૩૭૦ મી કલમ હટાવવાનો વિરોધ કરેલ આમ કાશ્મીરના વધુ એક અલગાવવાદી નેતાની અટક છે access_time 4:18 pm IST

  • ભારતની વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને " વીરચક્ર " થી સન્માનિત કરાશે : આવતીકાલ 15 ઓગસ્ટના રોજ ઉજ્વાનારા ભારતના 73 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશનું ત્રીજા નંબરનું સર્વોચ્ચ ગણાતું પદક આપી બહુમાન કરાશે access_time 12:16 pm IST

  • જુલાઈ મહિનામાં દેશની નિકાસમાં ૧.૩૨ અબજ ડોલરનો વધારો થયો છે: જૂનમાં નિકાસ કુલ ૨૫.૦૧ અબજ ડોલર હતી જે જુલાઈમાં વધીને ૨૬.૩૩ અબજ ડોલર થઈ છે. access_time 11:57 pm IST