Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ઇન્ડિયન અમેરિકન ડો.અંકિત ભારતની કમાલ : 60 વર્ષીય દર્દીના બંને ફેફસાનું સફળતા પૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું : મેડિકલ ઇતિહાસમાં નવો ચમત્કાર : 100 દિવસ સુધી ECMO મશીન ઉપર રાખવામાં આવેલ દર્દીનું ઓપરેશન 10 કલાક ચાલ્યું

ઈલિનોઈસ :  ઇન્ડિયન અમેરિકન ડો.અંકિત ભારતના નેતૃત્વ હેઠળની તબીબોની ટીમે  60 વર્ષીય દર્દીના બંને ફેફસાનું સફળતા પૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે.આ દર્દી માર્ચ માસમાં કોવિદ-19 ની ઝપટમાં આવી ગયેલ. જેને 100 દિવસ સુધી જીવન રક્ષક મશીન એટલે કે ECMO ઉપર રાખવામાં આવેલ
સાત દિવસમાં ફેફસાનું સાત પ્રતિરોપણ કરનાર ડો.અંકિતે જણાવ્યું હતું કે આ એક પડકારરૂપ કાર્ય હતું પરંતુ મને મારા સર્જનોની ટિમ ઉપર વિશ્વાસ હતો.
ડો.અંકિતે ઉમેર્યું હતું કે સાધારણ રીતે ફેફસાનું ઓપરેશન છ થી સાત કલાક ચાલે છે.પરંતુ કોવિદ -19 થી સંક્રમિત આ દર્દીનું ઓપરેશન દસ કલાક ચાલ્યું હતું.
આ અગાઉ ડો.અંકિતની તબીબ ટીમે  જૂન માસમાં એક 20 વર્ષીય દર્દીના ફેફસાનું સફળ ઓપરેશન કર્યું હતું જે અમેરિકાનું સૌપ્રથમ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ હતું.

(8:11 pm IST)