Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

''ઇન્ડિયન હેરિટેજ ફેસ્ટીવલ'': યુ.એસ.માં સનાતન વિદ્યાલયના ઉપક્રમે શ્રી ક્રિશ્ના વૃંદાવન ન્યુજર્સી મુકામે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ગીતા સ્પર્ધા, તથા દેવી દેવતાઓનું મહાત્મ્ય દર્શાવતા ડાન્સ, ડ્રામાથી ઉપસ્થિતો ખુશખુશાલ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં શ્રી ક્રિશ્ના વૃંદાવન ૨૧૫ મે સ્ટ્રીટ એડિસન ન્યુજર્સી મુકામે ૯ જુન ૨૦૧૯ના રોજ સનાતન વિદ્યાલયના ઉપક્રમે ''ઇન્ડિયન હેરીટેજ ફેસ્ટીવલ'' યોજાઇ ગયો.

ફેસ્ટીવલ અંતર્ગત ''ગીતા સ્પર્ધા''નું આયોજન કરાયું હતું. તથા દેવી દેવતાઓનું માહત્મ્ય દર્શાવતા ડાન્સ તથા ડ્રામા યોજાયા હતા. જેમાં અનેક સ્ટુડન્ટસએ ભાગ લીધો હતો. તથા તમામ માટે વિનામૂલ્યે પ્રવેશનું આયોજન કરાયું હતું.

ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા આ કાર્યક્રમથી ઉપસ્થિતો ખુશ થઇ ગયા હતા.

વિશેષ માહિતિ કોન્ટેક નં.૯૦૮-૬૭૧-૧૩૪૪ દ્વારા મળી શકશે.

(12:00 am IST)
  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • ૮૦૦ કિ.મી.ના વ્યાસમાં વાવાઝોડુ : પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દીવમાં અસર કરશે : હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ કે ગુજરાત ઉપરથી મહદઅંશે ખતરો ટળી ગયો છે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે : વાવાઝોડુ સૌરાષ્ટ્રને હિટ નહિં કરે બે દિવસ વાવાઝોડાની અસર વર્તાશે access_time 3:33 pm IST

  • 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST