Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

" જય જગત " : મા-બાપ,તથા સમાજથી તરછોડાયેલા બાળકોની મદદ માટે યુ.એસ.માં માનવ સાધના શિકાગો દ્વારા યોજાઈ ગયેલો શો : સ્લમ વિસ્તારમાં ઉછરતા તથા અમેરિકાના પ્રવાસે આવેલા 17 બાળકોએ ડાન્સ ,ડ્રામા ,તથા મ્યુઝિકની રમઝટ બોલાવી

શિકાગો :  મે મહિનાની ૨૬ તારીખે  'માનવ સાધના શિકાગો દ્વારા ભારતના મા બાપ થી તથા સમાજથી તરછોડાયેલા બાળકો ની મદદ માટે તેમોના ૧૭ બાળકોએ ડાન્સ, ડ્રામા તથા મુઝીક નો 'જય જગત' ના નામનો એક શો નું શિકાગોની નજીક આવેલા એલ્ઝીન ટાઉનના 'હિમેન્સ કલ્ચરલ સેન્ટર' ખાતે સ્પોન્સરો અને દાતાઓની મદદથી લગભગ ૯૦૦ શહેરી જનોની હાજરીમાં આયોજન કરવામાં આવેલ.

માનવ સાધના દ્વારા સ્લમ વિસ્તારમા ઉછરતા બાળકોને મદદ કરી ૧૭ છોકરાઓને 'જય જગત શો માટે અમેરિકા તથા યુકે ની ટુર માટે લાવવામાં આવેલછે.જેથી તેમના દ્વારા જે ભંડોળ ભેગું થશે તેનો ઉપયોગ બાળકોના વિકાસ માટે કરવામાં આવશે. પ્રોગ્રામને સફળ બનાવાવામાટે અમેરિકા અને યુકે અને બેલ્ઝીયમ  ના વોલિન્ટીયર તરીકે બધાને પ્રોતસાહિત,તથા જય જગત ના શો ને ડાન્સ,ડ્રામા અને મ્યુઝીક જોડા યેલાછે.કે જેઓ શોને મદદગાર થશે. શો દરમિયાન હોલની લોબીમાં માનવ સાધનની પ્રવૃતિઓને લગતું પ્રદર્શન ગોઠવવામાં આવેલ.

          શોના આયોજક શ્રી વી રેનભાઇ જોશીએ જણાવેલકે આશોનો હેતુ એટલો છેકે દુનિયામાં પ્રેમની ભાવના જળવાઈ રહે ભાઈચારો રહે કોઈપણ ભૂખ્યું સુવે નહિ બને એટલી સમાજના તરછોડાયેલા બાળકો અને કુટુંબોને મદદ થાય તે હેતુથી અને તેમને જણાવ્યુકે શોમાં આખી દુનિયામાં થયેલ સાચા હીરો જેવાકે પૂજ્ય ગાંધીજી, મલાલા મથાઈ, હોજે મુજીકા, ના પ્રસંગો દ્વારા નાટિકાના રૂપમાં રજુ કરવામાં આવેલછે.

          શો માં સ્વચ્છાએ જેમને ફાળો આપેલછે જેવાકે પરેશ પટેલ, વીરેન જોષી અને અંજલી દેસાઈએ માનવ સાધના અંગેની પ્રવૃત્તિઓનો અને 'જય જગત શો ની શરૂઆત નો ખ્યાલ આપેલ. તેવું શ્રી જયંતિ ઓઝાની યાદી જણાવે છે.

(7:49 pm IST)
  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST

  • લાઠી-ખાંભામા ૧, અમરેલીમા અડધો ઇંચ :અમરેલી જીલ્લામાં વાવાઝોડાની અસરથી જનજીવન ઠપ્પ access_time 3:47 pm IST

  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST