Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

" જેની સાથે યોગેશ્વર શ્રી કૃષ્ણ હોય છે તેનો ક્યારેય પરાજય થતો નથી " : યુ.એસ.માં અરવાઈન સ્થિત કેલિફોર્નિયાની હવેલીમાં પ.ભ.108 શ્રી દ્વારકેશલાલજીની પધરામણી : પુષ્ટિ માર્ગનો મહિમા વર્ણવ્યો : શ્રીનાથજી બાવાને રાજભોગ અર્પણ કરી આરતી ઉતારી

કેલિફોર્નિયાઅર્વાઇન સ્થિત કેલિફોર્નિયાની હવેલીમાં આજરોજ બપોરના ૧૧ - ૦૦ કલાકે  .. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી નું આગમન થયું હતું...  હવેલીના સંચાલક શ્રીમતિ હંસાબેન તથા શ્રી નરેદ્રભાઈ સાથે મુખ્યાજી શ્રી પંકજભાઈ , મુખ્યાણી નેહાબહેનજી તેમજ કાર્યકર્તાઓ શ્રી નિશિત શાહ,નિશિત પટેલ,હીતેશ હાંસલીયા,ગુણવંતભાઈ પટેલ,શ્રીમતિ તારાબેન પટેલ,તથા ઉપસ્થિત વૈષ્ણવગણ તરફથી ખૂબજ આદર-ભાવપૂર્વક શ્રી દ્વારકેશલાલજીના આગમનને વધાવ્યું હતું....

       પૂજ્યશ્રીએ મુખ્યાજી સાથે રહિને શ્રીનાથજીબાવાને રાજભોગ અર્પણ કરાવી આરતી ઉતારી હતી. પવિત્ર દર્શનનો લાભ સૌ વૈષ્ણવોએ આનંદ પુર્વક માણ્યો હતો.

      સભાગૃહમાં શ્રી નિશિત શાહે સૌને આવકાર્યા હતા, શ્રીમતિ હંસાબેન,શ્રીમાન નરેનભાઈ તથા અન્ય વૈષ્ણવો દ્વારા શ્રી દ્વારકેશલાલજીને ફુલહાર અર્પણ કર્યા હતા ..શ્રી દ્વારકેશલાલજીએ તેમના ઉદ્દ્બોધનમાં ખૂબજ સરળ વાણીમાં પુષ્ટિ સંપ્રદાયનો મહિમા વર્ણવ્યો હતો

* જે આપણને ગમે તેવી વાણી અને વ્યહવાર અન્ય સાથે પણ કરીએ ભક્તિજ છે અને તે ધર્મની શરૂઆત છે.

* ભગવાન એનેજ નિમિત્ત બનાવે છે , જેની ઉપર ભગવાનની કૃપા છે.

* જ્યાં સત્ય,ધર્મ,ન્યાય,અને  નિતિ, તમારી સાથે હોય ત્યાં હું આવું છું અને અભયદાન આપું છું.

* જેની સાથે યોગેશ્વર શ્રી કૃષ્ણ હોય છે તેનો ક્યારેય પરાજય થતો નથી.

* જીવનના દોષોનો જ્યારે પરાજય થાય ત્યારે ભગવાનનો જય જયકાર થાય છે.

     પ્રવચન બાદ સૌ વૈષ્ણવજનોએ પૂ.શ્રી નું અભિવાદન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુજરાત દર્પણ - ગુજરાત ટાઈમ્સ ના પ્રતિનિધિ શ્રી હષદરાય શાહ શ્રી ગુણવંતભાઈ પટેલ  તથા સ્પેશિયલી એબલ પીપલ (U S A ) નાં પ્રણવ દેસાઈની હાજરી પ્રેરક હતી. શ્રીજીની પ્રસાદી આરોગી  સૌ ધન્ય બન્યા હતા. તેવું માહિતી શ્રી હર્ષદરાય શાહ અને તસ્વીર શ્રી કાંતિભાઈ કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(7:26 pm IST)