Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

''હરિધામ મંદિર મહોત્સવ'': અમેરિકાના ન્યુજર્સીમાં નવનિર્મિત હરિધામ મંદિરમાં ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશેઃ યોગી ડિવાઇન સોસાયટી આયોજીત ત્રિદિવસિય મહોત્સવ અંતર્ગત આંતર રાષ્ટ્રિય યુવા સંમેલન, યજ્ઞ, મહાપૂજા, સાંસ્કૃતિ કાર્યક્રમો તથા વેદોકત વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન

(ફોટો.yogi-1)હેડીંગ મેટર (yogi) મેટરમાં પ્રિન્ટ મુજબ

 

ઙ્ગ(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન હરિધામ મંદિર મહોત્સવ ઉજવાશે.

શ્રી ઠાકોરજી અન પ્રગટ ગુરૂહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજના સંકલ્પ અને આશિર્વાદના ફળસ્વરૂપ અમરિકામાં ન્યુજર્સી ખાતે ''હરિધામ મંદિર''નું બાંધકામ પૂર્ણ થયું છે.

આ મંગલ પ્રસંગે વેદોકત વિધિ પૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. જે અંતર્ગત ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરાયું છે. જેમાં ૫ જુલાઇ શુક્રવારના રોજ બપોરે ૪-૩૦ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન આંતર રાષ્ટ્રિય આત્મીય યુવા અધિવેશન યોજાશે.

૬ જુલાઇ શનિવારે સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા દરમિયાન યજ્ઞ તથા મહાપૂજા અને સાંજે સાત વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

સાત જુલાઇ રવિવારના રોજ  સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા દરમિયાન મૂર્તિ પ્રતિષ્ઠા તથા મહોત્સવ સભા યોજાશે.

ત્રિદિવસિય મહોત્સવનું સ્થળ બર્કવુડ મેનોર, ૧૧૧ નોર્થ જેફરસન રોડ, વ્હીપની ન્યુજર્સી છે.

રજીસ્ટ્રેશન haridhmanj.org/mahotsav દ્વારા થઇ શકશે. તેવું શ્રી જય પટેલની યાદી જણાવે છે.

(7:22 pm IST)
  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST

  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST

  • મહાદેવની કૃપાથી ધીમે-ધીમે બહાર આવી રહ્યા છીએ : વિજયભાઈનું સતત મોનીટરીંગ : નીતિનભાઈ ભારદ્વાજ : ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સોમનાથદાદાના દર્શને ગયા છે. તેઓએ જણાવેલ કે મહાદેવની કૃપાથી આપણે ધીમે - ધીમે બહાર આવી રહ્યા છીએ. કોઈ મોટી જાનહાની ન થાય તે માટે સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સતત વોચ રાખી રહ્યા છે. access_time 12:53 pm IST