Gujarati News

Gujarati News

News of Saturday, 9th May 2020

અમેરિકામાં ફરી એકવાર H-1B વિઝા ઉપર કામચલાઉ પ્રતિબંધ મુકવાની માંગણી : કોરોના વાઇરસના કહેરને કારણે બેરોજગારી દર ઉંચો ગયો : સ્થાનિક નાગરિકોને રોજી આપવા માટે વિદેશોમાંથી આવતા વર્કર્સનાં વિઝા ઉપર અસ્થાઈ રોક લગાવવા 4 સેનેટરની માંગણી

વોશિંગટન  : અમેરિકામાં ફરી એકવાર H-1B  વિઝા ઉપર કામચલાઉ  પ્રતિબંધ મુકવાની માંગણીએ જોર પકડ્યું છે. જેના કારણમાં જણાવાયા મુજબ  કોરોના વાઇરસના કહેરને કારણે બેરોજગારી દર ઉંચો ગયો છે.જે 14.7 ટકાને આંબી ગયો છે.તેથી  સ્થાનિક નાગરિકોને રોજી આપવા માટે વિદેશોમાંથી આવતા વર્કર્સનાં વિઝા ઉપર અસ્થાઈ રોક લગાવવા 4 સેનેટરએ લેબર ડિપાર્ટમેન્ટને પત્ર લખી એચ-1બી વિઝા ઉપર ઓછામાં ઓછા  વર્ષ માટે પ્રતિબંધ મુકવા માંગણી કરી છે જે મુજબ સેનેટના 4 સાસંદ ચક ગ્રેસલી, ટોમ કોટન, ટેડ ક્રુજ અને જોશ હોલે શુક્રવારે ટ્રમ્પને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લેબર ડિપાર્ટમેન્ટને રિપોર્ટ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે કોરોનાએ એપ્રિલમાં 2 કરોડ નોકરીઓ ખતમ કરી દીધી છે. જેના કારણે બેરોજગારી દર 14.7% થઈ ગયો છે. જેથી વિદેશથી આવતા વર્કરોના વિઝા ઓછામાં ઓછા એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવા જોઈએ.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:17 pm IST)