Gujarati News

Gujarati News

News of Saturday, 9th May 2020

" વર્ક ફ્રોમ હોમ " : ગુગલ અને ફેસબુક સ્ટાફ માટે વર્ષના અંત સુધી સુવિધા ચાલુ રહેશે : જે કર્મચારીઓને ઓફિસમાં આવવું જરૂરી છે તેઓ માટે જુલાઈથી ઓફિસ ચાલુ

યુ.એસ.: અમેરિકામાં લોકડાઉન હળવું થઇ રહ્યું છે તેવા સંજોગોમાં ટેક્નોલોજી કંપનીઓ ગુગલ અને ફેસબુકે જુલાઈ માસથી ઓફિસો ચાલુ કરવાનું નક્કી કર્યું છે.

જોકે જેઓ લોકડાઉનની શરૂઆતથી જ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તેઓ માટે આ સુવિધા વર્ષના અંત સુધી ચાલુ રખાશે

જે કર્મચારીઓને ઓફિસમાં આવવું જરૂરી છે તેઓ જુલાઈ માસથી ઓફિસમાં હાજરી આપી શકશે તેમ જણાવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:38 am IST)