Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

ફરજીયાત ધર્માન્તર માટે કુખ્યાત પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છેલ્લા 26 દિવસમાં જ 3 હિન્દૂ યુવતીઓનું અપહરણ : 3 પૈકી 2 યુવતીઓ સગીર : પોલીસ ફરિયાદ નોંધવા તૈયાર નથી : સરકાર પણ ચૂપ

સિંધ : ફરજીયાત ધર્માન્તર માટે કુખ્યાત પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છેલ્લા 26 દિવસમાં જ 3 હિન્દૂ યુવતીઓનું અપહરણ થયાની ઘટના બહાર આવી છે. અપહૃત યુવતીઓનું ફરજીયાત ધર્માન્તર કરાવાયું છે.

ગરીબ હિન્દૂ પરિવારોમાંથી આવતી આ યુવતીઓના માતાપિતાની ફરિયાદ નોંધવા પણ પોલીસ તૈયાર નથી.સરકાર પણ ચુપચાપ તમાસો જોઈ રહી છે.

આ ત્રણ અપહૃત યુવતીઓમાં આરતી મેઘવાર ઉપરાંત કવિતા બંને સગીર છે. જયારે ત્રીજી યુવતી રિના મેઘવારનું 13 ફેબ્રુઆરીના રોજ અપહરણ કરાયું હતું તથા ફરજીયાત તેને એક આધેડ વ્યક્તિ સાથે પરણાવી દેવાઈ હતી.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે. 

(6:52 pm IST)