Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

યુ.એસ.માં સાઉથ કેરોલિના કાઉન્સિલ સીટ માટે ઇન્ડિયન અમેરિકન સંશોધક મહિલા ડો.અદિતિ શ્રીવાસ્તવે ઉમેદવારી નોંધાવી

કોલંબિયા : યુ.એસ.ના કોલંબિયામાં સાઉથ કેરોલિના કાઉન્સિલ સીટ માટે ઇન્ડિયન અમેરિકન પબ્લિક હેલ્થ સંશોધક મહિલા ડો.અદિતિ શ્રીવાસ્તવ બ્રસેલ્સએ ઉમેદવારી નોંધાવી છે.

છેલ્લા બે દાયકા જેટલા સમયથી આ સીટ ઉપરથી કાઉન્સિલ વુમન તરીકે ચૂંટાઈ આવતા મહિલા ટેમેકા આઇઝેક ડિવાઇનએ મેયરની ખાલી પડનારી જગ્યા માટે ઉમેદવારી નોંધાવતા ડો.અદિતિએ તેમની  કાઉન્સિલ વુમનની જગ્યા પર ઉમેદવારી નોંધાવી છે.

31 વર્ષીય સુશ્રી બ્રસેલ્સ સાઉથ કેરોલિનામાં આવેલા પ્રિવેંશન ઓફ ચાઈલ્ડ એબ્યુઝ એન્ડ નિગ્લેક્ટ ચિલ્ડ્રન ટ્રસ્ટમાં રિસર્ચ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે.

તેમણે  યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિનાની આર્નોલ્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાંથી સ્નાતક ડિગ્રી મેળવેલી છે.તથા જ્યોર્જ વોશિંગટન અને વર્જિનિયા યુનિવર્સીટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવેલી છે.

આ વર્ષની મ્યુનિસિપલ ચૂંટણીઓ 2 નવેમ્બરના રોજ યોજાવાની છે.

(6:15 pm IST)