Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી વીપલ પટેલની કાર્યકારી પ્રોસિક્યુટર તરીકે નિમણુંક : ઓહિયો સાઉધર્ન ડીસ્ટ્રીકટ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલી ઘોષણાં

ઓહિયો : ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી વીપલ પટેલની ફેડરલ કાર્યકારી પ્રોસિક્યુટર તરીકે નિમણુંક થઇ છે.1 માર્ચના રોજ ઓહિયો સાઉધર્ન ડીસ્ટ્રીકટ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ તથા યુ.એસ.એટર્ની ઓફિસ દ્વારા ઉપરોક્ત ઘોષણાં કરવામાં આવી છે.

આ અગાઉ પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં નિમાયેલા પબ્લિક પ્રોસિક્યુટરોને હોદા ઉપરથી દૂર કરવાની વિનંતીને કારણે તેમની જગ્યાએ શ્રી પટેલને કાર્યકારી પ્રોસિક્યુટર તરીકે નિમણુંક આપવામાં આવી હતી.

તેઓ લાંબા સમયથી ડેટનમાં સ્થાયી થયા છે.તેમજ 2000 ની સાલમાં તેઓ યુ.એસ.એટર્ની ઓફિસમાં સહાયક એટર્ની બન્યા હતા.2011 ની સાલમાં તેમણે અફઘાનિસ્તાનમાં યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના સિવિલિયન એડવાઈઝર તરીકે 1 વર્ષ માટે સેવાઓ આપી હતી.

તેમણે 1991 માં જ્યોર્જ વોશિંગટન યુનિવર્સીટી લો સ્કૂલમાંથી બેચલર ડિગ્રી મેળવેલી છે.

 

(5:50 pm IST)