Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

દત્તક પુત્રીનું મોત નિપજાવવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન વેસ્લે મેથ્યૂને આજીવન કેદ : સજા વિરુદ્ધ કરાયેલી રીવ્યુ અપીલ ટેક્સાસ કોર્ટે ફગાવી

ટેક્સાસ : દત્તક પુત્રી શેરીનનું મોત  નિપજાવવાના આરોપસર  ઇન્ડિયન અમેરિકન વેસ્લે મેથ્યૂને આજીવન કેદની સજા ફરમાવાઈ છે.આ સજા વિરુદ્ધ તેણે કરેલી રીવ્યુ પિટિશન ટેક્સાસ કોર્ટએ ફગાવી દીધી છે.

2017 ની સાલમાં તેની 3 વર્ષની દત્તક પુત્રી શેરીન મેથ્યુનું મોત નિપજાવવાનો તેના ઉપર આરોપ હતો.

જેના અનુસંધાને  2019 ની સાલમાં જ્યુરીએ મેથ્યુને  આજીવન જેલસજા ફરમાવી હતી .

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર  2017 માં મેથ્યુઝે તેની તેની દત્તક પુત્રી 3 વર્ષીય શેરીન ગુમ  થયાની ફરિયાદ નોંધાવી હતી.જેના બે અઠવાડિયા પછી શેરીનનો મૃતદેહ તેના ઘર પાછળ આવેલ વાળામાં છુપાવેલો મળી આવ્યો હતો. ખરાબ રીતે સડી  ગયેલા મૃતદેહને કારણે ડેન્ટલ રેકોર્ડ્સ દ્વારા બાળકીના મૃતદેહની ઓળખ થઈ શકી હતી .

જેના અનુસંધાને મેથ્યુઝે શરૂઆતમાં પોલીસને જણાવ્યું હતું કે શેરીને દૂધ પીવાનો ઇન્કાર કરતા બહાર એકલી છોડી દેતાં ગાયબ થઈ ગઈ હતી.

મેથ્યૂની પત્ની સીની મેથ્યુ ઘટના સમયે ઘરમાં ઊંઘતી હતી તેથી તેને દત્તક પુત્રીનું મોત નિપજાવવાના આરોપમાંથી મુક્ત કરવામાં આવી હતી.

(5:17 pm IST)