Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

રિઝર્વ બેન્ક ઓફ ન્યુયોર્કના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નૌરીન હસનની નિમણુંક : 15 માર્ચથી હોદ્દો સંભાળશે

ન્યુયોર્ક : રિઝર્વ બેન્ક ઓફ ન્યુયોર્કના વાઇસ પ્રેસિડન્ટ તથા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે  ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નૌરીન હસનની નિમણુંક થઇ છે.તેઓ  15 માર્ચથી હોદ્દો સંભાળશે .

આજરોજ  ગુરુવારે જારી કરાયેલા એક નિવેદનમાં, બેંકે જણાવ્યું છે કે 15 માર્ચથી લાગુ થનારી નિમણૂકને ફેડરલ રિઝર્વ સિસ્ટમના બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

પ્રથમ વાઇસ પ્રેસિડન્ટ તરીકે, સુશ્રી હસન ન્યૂ યોર્ક ફેડના બીજા ક્રમના અધિકારી તેમજ ફેડરલ ઓપન માર્કેટ સમિતિના વૈકલ્પિક મતદાન સભ્ય હશે .

ન્યૂ યોર્ક ફેડના પ્રમુખ અને સીઈઓ, જ્હોન સી. વિલિયમ્સે જણાવ્યું હતું કે
નૌરીનનું  નેતૃત્વ તથા  વિવિધ ટીમોને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતા અને વ્યાપક તકનીકી તેમજ આર્થિક અનુભવ બેંકના નેતા તરીકેની તેમની ભૂમિકા માટે નિર્ણાયક બનશે.મને વિશ્વાસ છે કે નૌરીન એક પ્રેરણાદાયક નેતા બનશે, અને અમારી સંસ્થાઓને આપણા મૂલ્યોની સાથે આગળ વધારશે.

સુશ્રી હસન આ અગાઉ છેલ્લાં ચાર વર્ષથી, મોર્ગન સ્ટેનલીમાં વેલ્થ મેનેજમેન્ટ ચીફ ડિજિટલ ઓફિસર તરીકે કાર્યરત હતા .તેઓ ભારતના કેરાલાના વતની છે. તેવું એન.પી.દ્વારા જાણવા મળે છે.

(6:26 pm IST)