Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

યુ.એસ.માં ઈલિનોઈસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સમાં માર્ક કલીશએ ઉમેદવારી નોંધાવી : માર્કના ચૂંટણી કમપેન માટે ઇન્ડિયન અમેરિકન શ્રી ભાવેશ પટેલ તથા શ્રી નિક પટેલએ લીન્કોલવુડ મુકામે મીટ એન્ડ ગ્રીટનું આયોજન કર્યું

ઈલિનોઈસ : યુ.એસ.ના ઈલિનોઈસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સમાં શ્રી માર્ક ક્લીશએ 16 માં ડિસ્ટ્રીક્ટમાંથી ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવી છે.તેમના ચૂંટણી પ્રચાર માટે 21 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયન અમેરિકન શ્રી ભાવેશ પટેલ તથા શ્રી નિક પટેલ દ્વારા મીટ એન્ડ ગ્રીટનું આયોજન કરાયું હતું.આ બંને મિત્રો યુ.એસ.ના શિકાગો વિસ્તારમાં બૉલીવુડ સ્ટાર્સના બિગ શો કરવા માટે મશહૂર છે.
આ તકે શ્રી માર્કએ જણાવ્યું હતું કે તેઓ ડેમોક્રેટિક પાર્ટીને સંગઠિત કરીને દેશમાં શાસન હસ્તગત કરવાની નેમ ધરાવે છે.તેમના ચૂંટણી કમપેનના મુખ્ય મુદ્દાઓમાં હેલ્થકેર ,તમામ નાગરિકો માટે સમાન હક્કો ,ગન વાયોલન્સ નાબુદી ,સહિતની બાબતોનો સમાવેશ થાય છે.ચૂંટણી 17 માર્ચના રોજ છે. મીટ એન્ડ ગ્રીટ પ્રોગ્રામમાં રાજકીય અગ્રણીઓ સહીત કોમ્યુનિટી આગેવાનો હાજર રહ્યા હતા. તેવું સુશ્રી ઉષા તથા શ્રી સુરેશ બોડીવાલાની યાદી દ્વારા જાણવા મળે છે.

(12:03 pm IST)