Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

યુ.એ.ઈ.ના અબુધાબીમાં અન્નકૂટ ઉત્સવ ઉજવાયો : 10 હજારથી વધુ ભાવિકોએ દર્શનનો લહાવો લીધો

અબુધાબી : યુ.એ.ઈ.ના અબુધાબીમાં 9 નવે.ભાઈબીજના દિવસે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો.BAPS હિંદુ મંદિરના નિર્માણ સ્થળ નજીક તા.૯ નવેમ્બર, ભાઈ-બીજનાં પવિત્ર દિવસે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સદ્‌ગુરુ સંતવર્ય પૂજ્ય ઈશ્ચરચરણદાસજીના સાંનિધ્યમાં આયોજિત આ ઐતિહાસિક અન્નકૂટ દર્શનનો લાભ ૧૦,૦૦૦થી વધુ લોકોએ લીધો હતો.

 આ મંદિરનું પ્રથમ શિલાપૂજન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ગોંડલ અક્ષરદેરી ખાતે થયું હતું. જ્યારે મંદિરનિર્માણ સ્થાને સદ્‌ગુરુ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસજી દ્વારા વૈદિક વિધિ-વિધાન સાથે તા.૧૧મી ફેબ્રુઆરી,૨૦૧૮ના રોજ શિલાપૂજન થયું હતું અને આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિરના મોડેલ લોન્ચિંગનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. 

(12:02 pm IST)