Gujarati News

Gujarati News

News of Sunday, 11th November 2018

યુ.એસ.માં IAAC ના ઉપક્રમે ૧૩ નવેં. ૨૦૧૮ના રોજ પ્રદર્શનઃ ભારતનો ફ્રાંસ સાથેનો નાતો દર્શાવતી કૃતિઓનું નિદર્શન કરાવાશે

ન્યુયોર્ક :યુ.એસ.માં  ઇન્ડો અમેરિકન આર્ટસ કાઉન્સીલના ઉપક્રમે તા.૧૩ નવેં.૨૦૧૮ના રોજ ભારતનો ફ્રાંસ સાથેનો નાતો દર્શાવતી કૃતિઓનું પ્રદર્શન યોજાશે.

ધ ફુલ્લર બિલ્ડીંગ,૪૧ ઇસ્ટ ૫૭ સ્ટ્રીટ, સ્યુટ ૭૦૮, ન્યુયોર્ક મુકામે યોજાનારા આ પ્રદર્શનનો સમય સાંજે ૬ વાગ્યાથી શરૂ થશે. જે અંતર્ગત વાર્તાલાપ બાદ કોકટેલ રીસેપ્શનનું આયોજન કરાયું છે.

આ તકે પેરિસ ખાતેના કયુરેટર કેથરિન ડેવિડનું સ્વાગત પ્રવચન યોજાશે. તથા વાર્તાલાપ થશે. પ્રદર્શન જોવા રજીસ્ટ્રેશન કરાવવા માટે રોબિન રોક (સિનિયર વાઇસ પ્રેસિડન્ટ એન્ડ ગેલેરી ડીરેકટર) ન્યુયોર્કનો કોન્ટેક નં. + ૧૨૧૨ ૪૫૭ ૯૦૩૭ દ્વારા અથવા robin.roche@discoverdag.com દ્વારા સંપર્ક સાધવા IAAC ની યાદીમાં જણાવાયું છે.

(1:39 pm IST)