Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

રાવણ-દહન, રામલીલા, અને લાઇવ રાસ ગરબાઃ યુ.એસ.માં વલ્લભધામ ટેમ્પલ, નેવિંગ્ટન કનેકટીકટ મુકામે ૨૦ ઓકટો.શનિવારે યોજાનારો પ્રોગ્રામઃ તમામ માટે વિનામુલ્યે પ્રવેશ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં વલ્લભધામ ટેમ્પલ,૨૬ ચર્ચ સ્ટ્રીટ, નેવિંગ્ટન, કનેકટીકટ મુકામે ૨૦ ઓકટો. ૨૦૧૮ શનિવારના રોજ વિજયા દશમી ઉત્સવ ઉજવાશે. ઉત્સવની  ઉજવણી સાંજે વાગ્યાથી મધ્યરાત્રિ સુધી કરાશે. જે દરમિયાન રાવણ દહન કરાશે તથા લાઇવ રામલીલા પ્રોગ્રામ થશે. ઉપરાંત લાઇવ રાસ ગરબા પ્રોગ્રામ યોજાશે. તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ સાથેના પ્રોગ્રામમાં ફુડ સ્ટોલ, ફાફડા જલેબી,હેન્ના તથા ફેસ પેન્ટીંગનું પણ આયોજન કરાયું છે ઉપરાંત ફલુ રસી મુકી આપવામાં આવશે. વિશેષ માહિતી માટે કોન્ટેક નં.૮૬૦-૪૧૭-૦૦૦૭ અથવા ૮૦૦-૭૯૬-૨૧૬૨ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે

(9:42 pm IST)
  • આંતરાષ્ટ્રીય બજારમાં ૮'દિ ક્રુડના ભાવો બેરલ દીઠ ૫ ડોલર ઘટયાઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાને બદલે ૮'દિમાં ૨ રૂ. વધી ગયા :ફરી આજે પેટ્રોલમાં ૧ લીટરે ૧૨ પૈસા અને ડીઝલમાં ૨૮ પૈસાનો દિલ્હીમાં વધારોઃ મુંબઇમાં પેટ્રોલમાં ૧૨ અને ડીઝલમાં લીટરે ૨૯ પૈસા વધ્યા access_time 3:28 pm IST

  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST

  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST