Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર થયેલા આતંકવાદી હુમલાની ૧૯મી વરસીઃ ૯ સપ્ટેં.૨૦૦૧ના રોજ હુમલાનો ભોગ બનેલા ૩ હજાર નિર્દોષ નાગરિકોને દેશની શ્રધ્ધાંજલી

વોશીંગ્ટનઃ અમેરિકાની ધરતી ઉપર ૯ સપ્ટેં.૨૦૦૧ના રોજ થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલાના ૧૮ વર્ષ પછી પણ આ હુમલાનો ભોગ બનેલા લોકોના પરિવારજનો પોતાની વેદના ભૂલી શકયા નથી.

આ નિર્દોષ નાગરિકોના પરિવારોએ ૯ સપ્ટેં.૨૦૧૯ના રોજ મૃતકોને શ્રધ્ધાંજલી આપી હતી. તથા  આ કાળો દિવસ તથા આતંકવાદી હુમલો તેઓ કયારેય ભૂલશે નહીં તેવી કટિબધ્ધતા વ્યકત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ૯ સપ્ટેં.૨૦૦૧ના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર થયેલા આતંકવાદી હુમલાએ ત્રણ હજાર જેટલા નિર્દોષ માણસોનો ભોગ લીધો હતો. જેનો ભોગ બનેલા ઇન્ડિયન અમેરિકનોને પણ SAALTએ શ્રધ્ધાંજલી આપી હતી.

(8:41 pm IST)