Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ, ન્યુજર્સી મુકામે ૨૧ થી ૨૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન ઉત્સવોની હારમાળાઃ પિયુડા શ્રી ઘનશ્યામ મહારાજનો પાંચમો પાટોત્સવ, કથાવાર્તા, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ શ્રી સ્વામિનારાયણ મંદિર રોલાધામ ૧૦ વેસ્ટ સમરસેટ સ્ટ્રીટ ન્યુજર્સીના આગણે આગામી ૨૧ જુલાઇ ૨૦૧૯ રવિવાર થી ૨૭ જુલાઇ ૨૦૧૯ શનિવાર સુધી પીયૂડા શ્રી ઘનશ્યામ મહારાજના પાંચમા પાટોત્સવ નિમિતે તથા દાદા ગુરૃજી શ્રી નંદકિશોરદાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં પૂજ્ય ગુરૃજી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ પૂજ્ય ગુરૃજી અને સતોની ઉપસ્થિતિમાં પંચાબ્દી મહોત્સવ તથા સદ્રુરૃ સ્મૃતિ મહોત્સવ-૩નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

લોયાધામ મંદિરમા ંવિરાજમાન પીયુડા શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ સમગ્ર વિશ્વમાં વસતા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો માટે આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બની છે. આ મૂર્તિના પાંચમા પાટોત્સવ નિમિતે આ પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

પૂજ્ય દાદાગુરૃજીનું જીવન સેવા અને સાધુતાનો સંગમ સમાન હતું. ગૌ સેવા, ગરીબસેવા, દેવ સેવા, ભકત સેવા અને બિમાર  સેવા જેવા પંચવ્રતને ધારણ કરી આ મહાપુરૃષે સત્સંગની અજોડ સેવા કરી છે. પૂજ્યશ્રીના પાવન સ્મરણમાં ''સદ્રુરૃ સ્મૃતિ મહોત્સવ''નું આયોજન કરવામાં આવ્યું છે.

લોયાધામ મુકામે યોજાનારા આ ઉત્સવ દરમિયાન વિવિધ આયોજનો અંતર્ગત આકર્ષક ફલોટસમાં ભવ્ય નગર જળયાત્રા, પીયુડા ઘનશ્યામ મહારાજનો દિવ્ય અભિષેક, કથાવાર્તા, ૨૬ જુલાઇના રોજ ગુરૃજીનો બર્થડે, જેની પુણ્ય સ્મૃતિમાં આ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે એવા દાદા ગુરૃજી સહીત સમગ્ર પરંપરાનું વિશેષ પુજન, સંતોનું પૂજન, મેડિકલ કેમ્પ, ભાઇઓ બહેનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ વિગેરે અનેક કાર્યક્રમોનો અનેરો લાભ ભકતોને મળવાનો છે. આ ઉત્સવ નિમિતે અમેરિકાના અનેક રાજ્યોમાં રહેતા તથા ભારત, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા વિગેરે દેશોમાંથી મોટી સંખ્યામાં ભકતો પધારશે. આ ઉત્સવનો લાભ લેવા આપ સહુને પધારવા લોયાધામ પરિવાર આપ સહુમે ભાવભર્યુ આમંત્રણ પાઠવે છે. વધુ માહિતી માટે www.theswaminarayan.org દ્વારા સંપર્ક સાધવા શ્રી નિમેશ પટેલની યાદીમાં જણાવાયું છે.

(7:06 pm IST)
  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST

  • અક્ષય સૌથી વધારે કમાણીકરનાર બોલિવુડ સ્ટાર છે : દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનારા : સ્ટારોની યાદી જારી કરાઇ : ભારતથી માત્ર અક્ષરકુમાર સલમાન, આમીર, શાહરૂખ પાછળ રહી ગયા access_time 3:59 pm IST

  • ૧૪ કોંગી બળવાખોરો મુંબઈની હોટલમાં પાછા ફર્યા : ૨ દિ' વધુ રોકાશે : કર્ણાટકના ૧૪ બળવાખોર ધારાસભ્યો મુંબઈની હોટેલમાં પાછા ફર્યા, વધુ ૨ દિવસ રોકાય તેવી શકયતા access_time 1:12 pm IST