Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

અમેરિકાના ટેકસાસમાં શ્રીનાથજી મંદિર માટે વધારે ૭ એકર જમીન સંપાદન કરાતા ભાવભેર ઉજવણીઃ ''વલ્લભ પ્રીતિ સેવા સમાજ (VPSS)'' આયોજીત ઉજવણી પ્રસંગે ભારતથી ખાસ પધારેલા પૂજયશ્રી પ્રીતિ રાજા બેટીજીએ સહુ વૈશ્નવોને અભિનંદન સાથે આશિર્વાદ પાઠવ્યા

હયુસ્ટનઃ અમેરિકાના ટેકસાસમાં આવેલા શ્રીનાથજી મંદિર માટે ૭-૧૨ એકર વધુ જમીન સંપાદન કરાતા તેની વલ્લભ પ્રીતિ સેવા સમાજ (VPSS) દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. હવે શ્રીનાથજી મંદિર પાસે કુલ ૧૫ એકર જમીન થઇ છે.

આ ઉજવણીમાં શામેલ થવા માટે ભારતથી ખાસ પધારેલા પૂજય શ્રી પ્રીતિ રાજા બેટીએ સહુ વૈશ્નવોને આશિર્વાદ તથા અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે VPSS ચેરમેન શ્રી નિરંજન પટેલએ સહુ ડોનર્સનો આભાર માન્યો હતો. ટ્રસ્ટી તથા પ્રવકતા શ્રી રાજેશ દલાલે આમંત્રિતો તથા જુદા જુદા ઓર્ગેનાઇઝેશન્શના પ્રતિનિધિઓનો પચ્ચિય આપ્યો હતો. બાદમાં નાસ્તા, ચા-પાણી તથા ડીનર લઇને ઉપસ્થિત ૬૦૦ ઉપરાંત વૈશ્નવોએ મંદિરમાં બિરાજમાન શ્રીનાથજી બાવાના દર્શનનો લહાવો લીધો હતો. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:20 pm IST)
  • જમ્મુ - કાશ્મીરના ક્રિષ્નાઘાટીમાં પાકિસ્તાન ભારે તોપમારો કરી રહ્યુ છે : પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્ર વિરામનો ભંગ કરીને જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા પાસેના ક્રિષ્નાઘાટી સેકટરમાં ભારે તોપમારો શરૂ કર્યાના અહેવાલ છે access_time 1:13 pm IST

  • ૧૪ કોંગી બળવાખોરો મુંબઈની હોટલમાં પાછા ફર્યા : ૨ દિ' વધુ રોકાશે : કર્ણાટકના ૧૪ બળવાખોર ધારાસભ્યો મુંબઈની હોટેલમાં પાછા ફર્યા, વધુ ૨ દિવસ રોકાય તેવી શકયતા access_time 1:12 pm IST

  • જેડીએસનો આરોપ :સ્પીકર ઓફિસ પાસે હંગામો કરવા માટે ધારાસભ્યોને ઉશ્કેરે છે ભાજપના નેતા : જેડીએસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિઓ જાહેર કર્યો :જેમાં એવો આક્ષેપ કરાયો કે ભાજપના નેતા સ્પીકરની ઓફિસ પાસે હંગામો કરવા ધારાસભ્યોને ભડકાવે છે access_time 1:07 am IST