Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

અમેરિકાના પ્‍લાનો ટેકસાસમાં મોર કુટિરનો દિવ્‍ય મનોરથ ઉજવાયોઃ ૪૦૦ જેટલા મોરપંખથી બનાવેલી કુટિરમાં ઠાકોરજીને નિહાળી વૈશ્નવો ભાવવિભોર

પ્‍લાનોઃ ટેકસાસ અધિક માસ એટલે આપણા ઠાકોરજીને અધિક લાડ લડાવવાનો માસ, દર પોણા ત્રણ વરસે આવતા આ અધિક માસને સાક્ષાત પૂર્ણપુરૂષોતમેં પોતાના માસ તરીકે સ્‍વીકાર્યો છે. અને તેથીજ દુનિયાભરમાં,વેષ્‍ણવો,વર્ષભરના જુદા જુદા ઉત્‍સવો,અને મનોરથો ઉજવીને ઠાકોરજીને લાડ લડાવી પ્રસન્ન કરે છે અને પોતે પણ ધન્‍યતા અનુભવે છે.

તા.૧૦ જુન અને કમલા એકાદશીના પવિત્ર દિવસે, અહી નિયમિત, અચૂક થતા એકાદશીના સત્‍સંગ સાથે, મોરકુટિરનો દિવ્‍ય અને ભવ્‍ય મનોરથ ઉજવાયો, અત્રે બિરાજતા, સેવ્‍ય સ્‍વરૂપો/ઠાકોરજી, નાના મોટા ૧૧૧ મોર સાથે પ્રસન્નતાથી જાણે નૃત્‍ય કરતા હોય તેવા અનુભવ વૈષ્‍ણવોએ કર્યા, ૪૦૦ જેટલા મોર પંખથી, કુટિર બનાવવામાં આવી હતી, અત્રે બિરાજતા, ઠાકોરજી, અને દરેક નિધિ સ્‍વરૂપના મસ્‍તક પર મોર પંખ/ મોર પિછં,રંગોળી પણ મોર પીછની દીવા પણ મોર પીછના, દીવાલો, તોરણો, પીછવાઇ, પાથરણા, ઠાકોરજીના વસ્‍ત્રોનો રંગ અને શ્રીગાર, ચારે બાજુ મોર પિછજ નજર આવે, જે મોર પિછ, વૈષ્‍ણવોનો લાડલો કાન્‍હો, હમેશા પોતાના મસ્‍તક પર ધારણ કરે છે, મોરની જેમજ ઠુમર લગાવી નૃત્‍ય કરે છે, એજ કાન્‍હો જાણે પોતાની સમસ્‍ત લીધાપરીકર સાથે અહી આવેલ હોય તેમ અત્રે આવેલ દરેક ભાગ્‍યશાળી વૈષ્‍ણવોએ, અનુભવી,દર્શન,સત્‍સંગ,નો આનંદ, લહાવો લીધો અને એકાદશીના અલ્લોકિક મહાપ્રસાદની ધન્‍યતા માંણી, અહીજ આ માસ દરમ્‍યાન યમુના પુલિન, ઠકુરાનીજ, લાલ ઘટા, હરિયાળી અમાસ, લીલી ઘટા, આમ્રકુંજ, કેરીનો મનોરથ, જલેબી ઉત્‍સવ, નંદ મહોત્‍સવ, ૧૦૮ દીવા સાથે દિપ માલિકા, ગીરીરાજ જીનો કુનવારો, ૮૪ મોતીની માલાજીનો મનોરથ, ત્રણ ઝૂલામાં, ફુલના બગીચામાં ભવ્‍ય ઝૂલણ યાત્રા જેવા મનોરથોનો લહાવો અને લાભ વૈષ્‍ણવોએ લીધો, સાથે સાત્‍વિક ભોજન, ભજન, કિર્તન, પાઠ,યમુનાજીના પદ, ઓડીઓ, વિડીઓ, દર્શન, આરતી, ધન્‍ય અધિક માસ,ધન્‍ય ભાગ્‍યશાળી વૈષ્‍ણવો, વધુ માહિતી ૪૬૯-૪૬૭-૦૩૨૧ , ફોનથી મેળવી લેવી, નોધઃ અહી કોઇપણ જાતની પૈસાની ભેટ/ફંડફાળા સ્‍વીકાર્ય નથી તેવી માહિતી શ્રી સુભાષ શાહ દ્વારા જાણવા મળે છે.

(12:02 am IST)